પાટણ જિલ્લાના વારાહી ગામમાં હિન્દુઓના આસ્થા નો એક જૂનું ભીડભંજન હનુમાન મંદિર આવેલું છે
જે ગામની અંદર નજીક હોવા છતાં તેના રસ્તા અતિશય ખરાબ પરિસ્થિતિમાં છે જ્યાં ગટરના ઢાંકણા પણ નથી ત્યાં સાર્વજનિક સ્નાન ગ્રુહ પણ આવેલું છે
આ મંદિરમાં શિવાલય અને પરમ પૂજ્ય સૌમગીરી મહારાજનું મંદિર પણ આવેલું છે
આ રસ્તા ઉપર સ્ટેટ લાઈટ અને રોડનુ નવીનીકરણ કરવું અત્યંત જરૂરી છે એવી દરેક હિન્દુ ભાઈ બહેનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે
વિકાસની મોટી મોટી વાતો કરતી આ સરકાર હિન્દુઓના ધર્મસ્થાનને પણ જાળવી શકતી નથી
આ તંત્રમાં બેઠેલા બાબુઓ તેમના ભ્રષ્ટાચારમાંથી ઉપર આવતા નથી ત્યારે લોકો દ્વારા યોગ્ય નિકાલ લાવવા લોકમાગ ઉઠી રહી છેં
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ સાંતલપુર
