July 11, 2025 7:13 pm

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય

સમી તાલુકાના નાની ચંદુર ગામ ખાતે શાળાના બાંધકામ તથા રમત ગમતના મેદાન માટે જમીન ફાળવાઈ

શાળા માટે જમીન ફાળવાતા નાની ચંદુર સુવિધાઓથી સજ્જ માધ્યમિક શાળાનું કેમ્પસ બનશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ગામમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપીને મહત્વનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ નાની ચંદુર ખાતે ૮૦૯૪ ચો.મી જમીન સરકારી માધ્યમિક શાળા નાની ચંદુરના બાંધકામ અને રમત ગમતના મેદાન માટે ફાળવવા મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા જમીન ફાળવાતા અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ માધ્યમિક શાળાનું બાંધકામ કરાશે જેથી આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના ગામમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી ગામ લોકોમાં આનંદની લાગણી છે.

નવી શાળા માટે જમીન ફાળવાતા અહીં સુવિધાઓથી સજ્જ કેમ્પસ બનશે જેનાથી આસપાસના ગામોના બાળકોને પણ ગામમાં જ અભ્યાસની સુવિધા મળશે અને તેમને શહેર જવાની જરૂર રહેશે નહીં.

મુખ્યમંત્રીશ્રીના શિક્ષણ પ્રત્યેના હકારાત્મક અભિગમને કારણે અહીં આધુનિક સુવિધાઓથી યુક્ત કેમ્પસ વિકસાવવામાં આવશે જેમાં કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઈબ્રેરી તથા રમતગમત માટે મેદાન સહિતની સુવિધાઓનો સમાવેશ થશે. “રમશે ગુજરાત – જીતશે ગુજરાત”ના ધ્યેયને અનુરૂપ વિદ્યાર્થીઓ માટે રમત ગમતનું મેદાન બનાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધશે.

રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક નિર્ણાયક વિકાસકાર્યો અમલમાં આવ્યા છે. શાળાઓ માટે નવીન ઓરડાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, તાલીમ પ્રાપ્ત શિક્ષકોની ભરતી, શિષ્યવૃત્તિ જેવી અનેક યોજનાઓના અમલથી વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું અને આધુનિક શિક્ષણ ઉપલબ્ધ થઈ રહ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ