પાટણ જિલ્લાના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી ગયેલા એક વેપારીએ ઝેરી દવા પીવાનું દુસ્સાહસ કર્યું હતું.
તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બનાવ બાદ રાધનપુર પોલીસે 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાધનપુરના એક વેપારીએ પોતાની પત્નીની સારવાર માટે એક વ્યાજખોર પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા.
જો કે, વ્યાજખોરે આ રકમ પર બમણું વ્યાજ માંગતા વેપારી પર 6 લાખ સુધીનો હિસાબ લાદી દીધો હતો.
આર્થિક રીતે પીછા ન પાડી શકતા વેપારીએ બીજા વ્યાજખોર પાસેથી 4 લાખ રૂપિયા લેવા માટે પોતાની કાર ગીરવે રાખી, દર મહિને 20,000 વ્યાજ ચુકવવાની શરત સ્વીકારી હતી.
ત્યારબાદ ત્રીજા વ્યાજખોર પાસેથી 50,000 લીધા બાદ રોજે રોજ 2,500 રૂપિયા વ્યાજ આપવાનું નક્કી થયું હતું.
સતત વધતી ચૂકવણી અને ત્રાસથી ત્રાસી વેપારીએ આખરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હવે રાધનપુર પોલીસમથકમાં ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે અને મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
