રાપર, કચ્છ: રાપર તાલુકાના સુખપર ગામમાં સરકારશ્રીની નળ સેજલ યોજના હજી સુધી માત્ર કાગળ પર જ રહી છે.
ગ્રામજનોને આજ દિન સુધી પીવાના પાણી માટે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
ગ્રામજનોને દરરોજ એક કિમી દૂર ચાલીને માથા ઉપર મટકા લઈને ગામ થી દૂર કુવામાં પાણી ભરવા જવું પડે છે.
ગામમાં નર્મદા યોજના હેઠળ પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું,
પરંતુ લીકેજ અને લાઇનમાં ખામીઓ હોવાના કારણે પૂરતું પાણી ગામ સુધી પહોંચતું નથી.
જેના કારણે લોકોને કફોડી હાલતમાં જીવન ગુજારવું પડે છે
ગામના જાગૃત નાગરિક જીવણભાઈ બી આહીરે જણાવ્યું હતું કે,
“વર્ષોથી પાણી માટે મુશ્કેલી છે. તંત્ર ને વારંવાર ફરિયાદો કરી છે છતાં કોઈ અસર નથી થતી.
જો તાત્કાલિક પાણીની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો ગામના લોકો તીવ્ર આંદોલનની ચીમકી આપે છે.”
ગામના લોકો હવે તંત્ર તરફ આશાથી જોઈ રહ્યા છે કે તેઓની પીડાને સમજશે અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરશે.
અહેવાલ જીવણભાઈ આહીર રાપર કચ્છ
