કન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ગ્રામજનોમાં રોષ, ઉચ્ચસ્તરીય તપાસની માંગ
સિદ્ધપુર તાલુકાના ધુમડ ગામની પ્રાથમિક શાળામાં તાજેતરમાં કરવામાં આવેલા વરંડા અને આર.સી.સી. ફ્લોર બ્લોકના બાંધકામમાં ગંભીર ખામીઓ બહાર આવી છે.
તાજેતરના વરસાદમાં તોડક પડી ગયાં હોવાની ઘટના સામે આવતાં સ્થાનિકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
શાળાના વિદ્યાર્થીઓ રમતાં, ચાલતાં કે અભ્યાસ કરતાં સમયે આવી તોડી પડેલી દીવાલો અને તિરાડ ધરાવતા ફ્લોરમાંથી અકસ્માત થાય તેવી ગંભીર શક્યતા ઉભી થઇ છે.
આ કામ કોન્ટ્રાક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું,
જ્યારે કામની ગુણવત્તાની ચકાસણી કરવાની જવાબદારી તાત્કાલિક માર્ગદર્શક ટીઆરપી સાહેબ તેમજ અન્ય સરકારી અધિકારીઓની હતી.
તેમ છતાં, કાર્ય સમયે કઈ રીતે આવા ત્રુટિપૂર્ણ કામની મંજૂરી અપાઈ? તે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
સ્થાનિકોની માંગ:
ગ્રામજનો અને વાલીઓએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાંધકામની તપાસ કરી ખોટા કામ માટે જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે તાકીદે પગલાં લેવામાં આવે તેવી પણ જોરદાર માગણી થઈ છે.
ભવિષ્યમાં સંભવિત દુર્ઘટનાનો ભય:
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કાર્યમાં ઘાટ ભ્રષ્ટાચાર થયો છે અને આવા અનેક બાંધકામોમાં એવી જ ખામીઓ હોઈ શકે છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવતીકાલે કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહેશે?
તાત્કાલિક તપાસ જરૂરી:
હવે જોવાનું એ રહેશે કે તહસિલ કક્ષાએ કે જિલ્લા કક્ષાએથી કોઈ તાત્કાલિક તપાસ થાય છે કે નહીં અને ભૂલ કરનારા કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થાય છે. કે નહીં એ જોવાનું રહ્યું
રિપોર્ટર દશરથ ઠાકોર સિદ્ધપુર
The Gujarat Live News તત્રી ગોવાભાઈ આહીર પાટણ . મો. 9913186116
