ગુરુગીતાનો મહિમા ગાતો ધાર્મિક ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા.
મોટા ભાગના આશ્રમોમાં આ દિવસે અનુકૂળતા મુજબ પ્રસંગ ઉજવાતો હોય છે.
શ્રી હરીબાપુના દર્શન અને આશીર્વાદ માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
અગાઉથી કરેલ કાર્યક્રમની ગોઠવણ મુજબ આજના પવિત્ર દિવસે સવારે 10 થી 12 માં શ્રી ગુરુદેવ સત્સંગ, શ્રી ગુરુદેવ પૂજન, ભજન વાણી અને છેલ્લે ભોજન પ્રસાદીનું આયોજન કરેલ હતું.
સંગીત સાથેના આ પોગ્રામમાં સાધકોને દિવ્ય આનંદની અનુભૂતિ થઇ હતી.
ડભોડાથી શ્રી પ્રકાશબાપુની પણ પ્રેરક હાજરી અને સત્સંગનો લાભ સાધકોને મળ્યો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં શ્રી પારૂ માં, શ્રી ઝંઝા માં, સચિન આનંદ, ડી. કે. આનંદ, અરવિંદભાઈ, શિવમ આનંદ, મંજુલાબેન વગેરે એ ભારે મહેનત ઉઠાવી હતી.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
