ડીસા તાલુકાના ખરડોસણ ગામમાં સરકારી કાર્ય પદ્ધતિની ખુલ્લી ધજાગરા ઉડતી દેખાઈ છે.
ગામના એક જાગૃત નાગરિકે ગામના વિકાસ કામોની માહિતી મેળવવા RTI અરજી કરી ત્યારે તલાટીશ્રીએ માહીતી આપવાનો ટાળો કરી ઉશ્કેરાયેલું વર્તન કર્યું હતું.
માહિતી મેળવવા મીડીયા ની એજન્સી પહોંચી ત્યારે તલાટીએ વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ મૂકતાં જણાવ્યું હતું કે,
“આ માહિતી ખાનગી છે”.
પત્રકારોને બહાર બેસવા માટે કહ્યું અને આખરે સમય પૂરો થતાં કોઈ જવાબ આપ્યા વગર પોતાની ગાડી લઈ સ્થળ પરથી દૂર થઇ ગયા.
જાહેર કાર્યમાં આટલી ઉલ્લંઘના બાદ ગામના લોકોને પણ તલાટીએ ભારે હેરાન પરેશાન કર્યા હોવાનો દાવો કર્યો છે.
ગામજનોના જણાવ્યા પ્રમાણે તલાટીશ્રી ઘણા સમયથી કામોમાં વિલંબ કરે છે,
ખોટા વચન આપે છે અને ઠીંગો બતાવીને દિવસો ગુજારે છે
જાગૃત નાગરિકે આ અંગે જણાવ્યું કે તલાટીએ તેમની વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરીને ફરિયાદ કરવાની ધમકી પણ આપી છે
અને માહિતી માંગતા ઉશ્કેરાઈ ગયા છે.
સ્થાનિક તંત્ર જેવી કે TDO અને DDO ને જાણ કરવામાં આવી હતી
પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી સામે આવી નથી.
આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે અને ભવિષ્યમાં વધુ મોટું આંદોલન થવાની શક્યતા જણાઈ રહી છે.
અહેવાલ દશરથ ઠાકોર
