ચોમાસામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓનું યુધ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયુ
કુલ ૧૯ મેજર પુલોમાંથી ૧૧ પુલોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ
ચોમાસામાં વરસાદના કારણે પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં નાગરિકોને ચાલવામાં સરળતા પડે તે માટે તંત્ર દ્વારા માર્ગોની મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન (રાજય) વિભાગ, પાટણ દ્વારા પાટણ જિલ્લાના નુકશાન પામેલ રસ્તાઓ પર વિભાગના કા.ઇ., ૪ ના.કા.ઈ., ૧૦ મ.ઈ., ૪ અ.મ.ઈ., ૧૮ વર્ક આસીસ્ટન્ટ ઘ્વારા સઘન પેચવર્કની તથા પુલો મરામત અને ચકાસણીની ઝુંબેશ હાથ ઘરવામાં આવેલ છે.
જેમાં વિભાગ હસ્તકના કુલ ૧૯ મેજર પુલોમાંથી ૧૧ પુલોની મરામત કરી કામગીરી પૂર્ણ કરેલ છે.
તથા તમામ મેજર અને માઈનોર પુલોનું પ્રિ-મોન્સુન ઈન્સ્પેકશન તાંત્રિક અધિકારીઓ દ્વારા પુર્ણ કરવામાં આવેલ છે.
તેમજ વિભાગ હસ્તકના રસ્તાઓમાં ચાલુ વર્ષે કોઈ અઘિક નુકશાન ઘ્યાને આવેલ નથી.
તેમ છતાં ચોમાસા પહેલા નીચે મુજબના રસ્તાઓ પર જરૂરીયાત મુજબની પેચવર્ક અને પેવરપટ્ટાની કામગીરી પૂર્ણ કરેલ છે.
વરસાદી વિરામ બાદ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, પાટણ ઘ્વારા યુઘ્ઘના ઘોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓને સત્વરે ડામર પેચ તેમજ મેટલ પેચથી મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
માર્ગ અને મકાન (રાજય) વિભાગ, પાટણ દ્વારા નીચેના માર્ગોની મરામતની કામગીરી પૂર્ણ કરાઇ છે
(૧) પાટણ ઉંઝા રોડ પર પેવરપટ્ટા અને સીસી પેચની કામગીરી –
(૨) ગુજરવાડા -ઘઘાણા રોડ પર મેટલ પેચની કામગીરી
(૩) બેચરાજી રોડ પર મેટલ પેચની કામગીરી 3. હારીજ બિલીયા –
(૪) કાંસા સરીયદ -સાંપ્રા ઉંદરા રોડ પર મેટલ પેચની કામગીરી
(૫) કુંભાણા ઘઘાણા ખાખલ રોડ પર મેટલ પેચની કામગીરી
(૬) એકલવા કુંભાણા રોડ પર મેટલ પેચની કામગીરી
(૭) સંડેર ડાભડી રૂવાવી રોડ પર મેટલ પેચની કામગીરી
(૮) બંઘવડ -અરજણસર ઘરવડી રોડ પર મેટલ પેચની કામગીરી
(૯) લણવા સંડેર બાલીસણા રોડ પર ડામર પેચની કામગીરી
(૧૦) સુઇગામ -સિઘાડા રોડ પર મેટલ પેચની કામગીરી
(૧૧) ચાણસ્મા -પાટણ ડીસા રોડ પર ડામર પેચની કામગીરી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
