એક મહીનામાં બનાવેલો રોડ વરસાદમાં તૂટી પડ્યો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલીથી ઝઝામ સુધીના રોડના નિર્માણમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિક લોકોએ ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું કે
તાજેતરમાં જ બનેલો રોડ અને નાળું પહેલીજ વરસાદમાં તૂટી પડ્યું છે,
જે કામની ખરાબ ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરમાં ભ્રષ્ટાચાર ની આશંકા ઉભી થઈ છે
સ્થાનિક રહેવાસીઓ અનુસાર રોડનું કામ લગભગ એક મહિના પહેલા પૂરું થયું હતું.
પરંતુ હાલના વરસાદમાં રોડ બેસી જવા સાથે નાળાં પણ તૂટી પડ્યા છે,
જેના કારણે ટ્રાફિકમાં મુશ્કેલી ઊભી થઈ છે અને નાગરિકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે.
પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોએ તાકીદે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
તેઓએ કહ્યું કે સરકારના કોફરમાંથી કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો છે.
સ્થાનિક તંત્ર અને વિધાયકો સામે પ્રશ્ન ઉઠે છે કે
કે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર ની કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવે લોક માંગ ઉઠી છે
અને ભવિષ્યમાં આવા ભ્રષ્ટાચારને કેવી રીતે અટકાવવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
