પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ગટર લાઈન બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંભીર શકયતાઓ વચ્ચે હવે ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજ સવારની ઘટના ફાંગલી ગામના લોકો ના આક્ષેપોને વધુ મજબૂત બનાવી રહી છે,
જ્યારે ગામના એક વૃદ્ધ નાગરિક રસ્તા ઉપર ભરાઈ ગયેલા ગટરના ની બાજુમાં રસ્તામાં ખાડામાં પડી જતા તેમને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે.
ગામલોકોએ જણાવ્યું કે આવા ખાડાઓ ગામના અનેક ભાગોમાં જોવા મળે છે,
જે ગ્રામ્ય વિસ્તારોમાં દર્દનાક દૃશ્યો સર્જી રહ્યા છે.
વારંવાર સરપંચ તેમજ પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈપણ પગલાં લેવાતા નથી.
જોકે, આ મુદ્દે અગાઉ પણ મામલતદાર તથા TDOને લેખિત રજૂઆત કરવામાં આવી હતી,
છતાં કોઈ અસરકારક કામગીરી થઈ નથી.
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે ગટર લાઇનના કામમાં નક્કર ગુણવત્તા અને પર્યાપ્ત દેખરેખ વગર કામગીરી કરાતા આજે આવા બનાવો બનવા મજબૂર બન્યા છે.
“જો આવી સ્થિતિ ચાલુ રહી તો આજ નહીં તો કાલે કોઈ બાળક કે વૃદ્ધ વધુ ને મોટી ઈજા પામશે,”
એમ ગ્રામજનો ચિમકી આપી રહ્યા છે.
હવે ગામના લોકોએ તંત્રને ખડેપગે તપાસ કરીને જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવાની તથા ખાડાઓ તુરંત ભરવાની જોરદાર માંગ ઉઠાવી છે.
ફાંગલી ગામમાં પાણી ભરેલા ખાડામાં પડી વૃદ્ધને ગંભીર ઈજાઓ, ગ્રામજનોમાં રોષ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ગટરલાઇન અને વરસાદી પાણીના ખાડાઓ ગંભીર દુર્ઘટનાનું કારણ બની રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ખીમાભાઈ સેજાભાઈએ જણાવ્યું કે
તેમના પિતા આજે સવારે પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા અને તેમને હાથમાં ગંભીર ઇજાઓ થઈ છે.
ગ્રામજનોની માનીયે તો આવા ખાડાઓ ગામમાં અનેક જગ્યાએ જોવા મળે છે,
છતાં સરપંચ અને સ્થાનિક તંત્ર કોઈ પગલાં નથી લઈ રહ્યા.
વૃદ્ધના આ ખાડામાં પડ્યા બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓ હવે તાત્કાલિક પગલાં લેવા તંત્રને ને રજુઆત
