July 15, 2025 6:29 am

Santalpur : “The Gujarat Live News”ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું:  ફાંગલીથી ઝઝામ રોડની કામગીરી શરૂ

The Gujarat Live News અહેવાલનો પડઘો: 

ફાંગલી થી ઝઝામ રોડની કામગીરી શરૂ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા ફાંગલીથી ઝઝામ જતા માર્ગની તબાહી જેવી હાલત અંગે

The Gujarat Live News દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે 

અને આજેથી આ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગ્રામજનોમાં ખુશીનો માહોલ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, 

ઘણા સમયથી આ માર્ગે થતી અવરજવર મુશ્કેલ બની ગઈ હતી.

વરસાદમાં તો સ્થિતિ વણસતી હતી. પરંતુ

The Gujarat Live News ના અહેવાલ બાદ તંત્રએ ગંભીરતાથી પગલાં લીધાં છે અને હાલમાં ગ્રામજનોમાં કામ શરૂ થવાને લઈ ખુશીની લાગણી છે

પરંતુ લોકશક્તિ અને મીડિયા અહેવાલના કારણે તંત્રએ આખરે જાગી જઈ કાર્યવાહી શરૂ કરી છે.

હાલમાં માર્ગ પરથી ખાડાઓ ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે 

ગ્રામજનોમાં આનંદની લાગણી

ફાંગલી અને આસપાસના ગ્રામજનોમાં રસ્તાની કામગીરી શરૂ થતાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

લોકોએ

“The Gujarat Live News” નો આભાર માન્યો છે કે તેમનો અવાજ ઉપાડીને સમસ્યા તંત્ર સુધી પહોંચાડી.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે મજબૂત લોકશક્તિ અને જવાબદાર મીડિયા એકસાથે કામ કરે તો વિસ્તારના વિકાસના દરવાજા ખૂલી શકે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें