July 15, 2025 7:33 am

Kachh : નેશનલ હાઈવે ઓથોરીટી ગાંધીધામના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને ઈજનેરશ્રીઓ દ્વારા વિવિધ બ્રીજ અને પુલોનું નિરીક્ષણ કરાયું

તમામ બ્રીજ અને પુલના ઈન્સ્પેક્શનની રાજ્ય સરકારની સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાને લઈને નેશનલ હાઈવેના રાજ્યકક્ષાના તેમજ ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ઈજનેરશ્રીઓ દ્વારા વિવિધ બ્રીજ અને પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવેની ગાઈડલાઈન મુજબના

પેરામીટરને ધ્યાને રાખીને ઝીણવટપૂર્વક વિવિધ બ્રીજ અને પુલની તપાસ કરવામાં આવી હતી. જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત, કોંક્રિટીંગ, બેરીકેટીંગ અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત, જોઈન્ટ વિઝિટ રીપોર્ટના આધારે જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે નવા સ્ટ્રક્ચર બનાવવા, રિપેરીંગ કાર્ય કરવું તેમજ સતત ટેક્નિકલ મોનીટરીંગ વગેરે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વાહનચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી વિવિધ પગલાઓ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવામાં આવી રહ્યા છે. 

આ મુલાકાત દરમિયાન નાગરિકો યાત્રાની સુરક્ષિત, સુગમ તેમજ વિશ્વસનીય બની રહે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ઈન્સ્પેક્શન દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી મકાન(આલેખન) વર્તુળ, ગાંધીનગરના અધિકારીશ્રીઓ અને નેશનલ હાઈવે ગાંધીધામ વિભાગના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ નેશનલ હાઈવે ઓથોરિટી ગાંધીધામ દ્વારા જણાવાયું છે.

અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें