રાધનપુર તાલુકામાં એક સગીરા સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. છાણીયાથર ગામના વિષ્ણુભાઈ કાનજીભાઈ ઠાકોર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
ઘટના મુજબ, સગીરા જ્યારે પોતાના ઘરની સામે આવેલા વાડામાં સ્નાન કરવા જઈ રહી હતી.
તે સમયે આરોપી વિષ્ણુભાઈએ તેનો હાથ પકડ્યો હતો. આરોપીએ યુવતીને જબરદસ્તીથી નજીકના મેલડી માતાના મંદિરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
તેનો ઈરાદો યુવતીને ચુંબન કરવાનો હતો.
યુવતીએ બચાવ માટે બૂમો પાડી હતી. તેની મોટી બહેન તરત જ દોડીને આવી ગઈ હતી.
બહેનને જોતાં જ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.
રાધનપુર પોલીસે આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરી છે.
આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૭૫(૧)(૧), ૭૫(૧)(૨), ૭૫(૨) અને પોક્સો એક્ટની કલમ-૧૨ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
