અત્યારે સિધ્ધપુરમાં સાબરમતી ગેસ દ્વારા અંડરગ્રાઉન્ડ ગેસ પાઈપલાઈન અને UGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇનો નાખવાની કામગીરી ચાલી રહી છે.
બંને કામના કોન્ટ્રાક્ટરો દ્વારા શહેરમાં તમામ રોડ ઉપર ઠેર ઠેર ખાડા કરીને તેને સમતળ કર્યા વગર જેમતેમ છોડી દેવામાં આવે છેવજેના કારણે વરસાદી પાણી ભરાઈને જમીન બેસી જવાના કિસ્સા બની રહ્યા છે, હજુ હમણાં બનાવેલા રોડને પણ આજ રીતે નુકશાન થઈ રહ્યું છે. નગરપાલિકાના જવાબદાર સૂત્રોએ જાહેર નિવેદન આપ્યું
હતું કે આ કામ માટે નગરપાલિકાએ લેખિત મંજૂરી આપી નથી છતાં બેધડક રોડ તોડવામાં આવી રહ્યા હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો.
ત્યારે UGVCL ના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રમુખની મૌખિક મંજૂરી મળી હોવાથી રોડ તોડીને વાયરીંગ નાંખાવામાં આવી રહ્યું છે જેનું કોઈ વળતર નગરપાલિકાને આપવામાં આવનાર નથી
રિપોર્ટર મગસિ ઠાકોર સિધ્ધપુર
