July 18, 2025 3:32 am

Santalpur : પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રઘુભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા રઘુભાઈ દેસાઈએ સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકાના વર્ષો જૂના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.

મુખ્યમંત્રીની સાંતલપુર મુલાકાત પૂર્વે વિવિધ પ્રશ્નોની રજૂઆત

રાજ્યના મુખ્યમંત્રીશ્રીની આવતીકાલે યોજાનારી સાંતલપુર તાલુકાની નિર્ધારિત મુલાકાત પૂર્વે સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકાના અગત્યના પ્રશ્નોની સૂચિત યાદી રજૂ કરવામાં આવી છે.

સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા વર્ષોથી લટવાયેલા પ્રશ્નો અંગે તાત્કાલિક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

પ્રમુખ રજૂઆતો નીચે મુજબ છે:

નર્મદા યોજના હેઠળ રહી ગયેલા ગામોનો સમાવેશ

સાંતલપુર તાલુકાના ચોરાડ વિસ્તારના આશરે ૧૨થી ૧૫ ગામો અને રાધનપુર તાલુકાના ૩ ગામો હજુ સુધી નર્મદા કમાન્ડ એરિયામાં આવરી લેવાયા નથી. ખેડૂતોને સિંચાઈ માટે યોગ્ય પાણી મળી રહે તે માટે તાત્કાલિક કામગીરીની માગણી છે.

વીજળી અને કોલેજ બિલ્ડીંગની સમસ્યા

સાંતલપુર ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજપૂરવઠાની સમસ્યા રહે છે. તેમજ સરકારશ્રીની કોલેજ હાલ ભાડાની બિલ્ડીંગમાં ચાલી રહી છે. તાત્કાલિક પાયાનું કામ શરૂ કરીને પાકી ઈમારત ઉભી કરવામાં આવે તે માટે રજૂઆત થઈ છે.

સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવાની માંગ

હાલના સમયમાં સાંતલપુર ગ્રામ્ય વિસ્તારની જનતાને સરકારી કામકાજ માટે વારાહી સુધી ૪૦થી ૫૦ કિ.મી. મુસાફરી કરવી પડે છે.

સ્થાનિકોને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે તે માટે સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવાની માંગ ઊઠી છે.

વારાહી ટોલ ટેક્સ મુદ્દે સ્થાનિકો 

વારાહી ટોલપ્લાઝા પરથી સ્થાનિક રહીશો પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલાતો હોવાથી આ અંગે રોષ જોવા મળ્યો છે.

સાંતલપુર તાલુકાના ૨૫ કિમી વ્યાસના તમામ ગામોને ટોલ મુક્તિ આપવામાં આવે તેવી લોકો ની માંગ છે.

GIDC અને SIR યોજનાઓ ફરીથી શરૂ કરવાની માંગ

અગાઉ મંજૂર થયેલી GIDC અને SIR યોજનાઓ રદ કરવામાં આવી હતી.

હવે આ યોજના પુનઃ શરૂ કરવામાં આવે તે માટે સ્થાનિક ઉદ્યોગકારો અને ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીએ કાર્યવાહી કરવાની અપીલ કરાઈ છે.

દયનીય હાઈવે અને રસ્તાઓની હાલત સામે જનરોષ

રાધનપુર-સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે તેમજ રાજ્ય માર્ગો પર સતત પેચવર્ક ચાલે છે છતાં રોડની સ્થિતિ બગડી છે.

ખાડાઓના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી છે. ટકાઉ સમારકામ અને જરૂરી નવા રસ્તા બનાવવાની પણ લોકો ની માંગ છે.

રાધનપુરમાં અધૂરી ગટર કામ અને પાણી પુરવઠાની સમસ્યા

શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી અધૂરી છે.

રોડ તૂટી ગયા છે, 

ગંદા પાણી ઘરઘર ઘૂસી રહ્યા છે. તાત્કાલિક કામ પૂર્ણ થાય અને નવો રોડ બને એવી લોકો ની માંગ છે.

તદુપરાંત, 

રાધનપુર શહેર અને સમી તાલુકાના ૨૨ ગામોમાં પીવાના પાણીની તીવ્ર અછત છે,

જેના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

સ્થાનિક નાગરિકો અને આગેવાનોની અપેક્ષા છે કે મુખ્યમંત્રીશ્રી આજના પ્રવાસ દરમિયાન આ તમામ મુદ્દાઓ પર સંવેદનશીલતા પૂર્વક તાત્કાલિક કાર્યવાહી કરશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें