સરકારે આ વિસ્તારોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ.
અમે વિકાસના વિરુદ્ધ નથી,
પરંતુ માત્ર દેખાવ માટે થતો વિકાસ અમે સહન કરી શકતા નથી,”
એવો સ્પષ્ટ વાજબી મુદ્દો નવર સેવક જયાબેન ઠાકોરે મૂક્યો હતો.
ત્યારે રજૂઆત ગુજરાત સરકાર તથા જિલ્લા પ્રશાસનને સ્પષ્ટ રીતે કરવામાં આવી રહી છે
કે જ્યાં મુખ્યમંત્રીના આગમન માટે એક જ દિવસમાં કલ્યાણપુરાથી હેલિપેડ સુધીનો લગભગ 2 કિલોમીટરનો પક્કો રોડ તૈયાર થઇ શકે છે.
તો પછી રાધનપુર નગરની 2022થી ચાલતી રોડ બાબતની અનેક લેખિત અને મૌખિક રજૂઆતો પર હજુ સુધી કોઈ પગલું કેમ નહીં લેવાયું?
શું અમારો વિસ્તાર મુખ્યમંત્રીએ ઉપયોગ કરવો હોય ત્યારે જ વિકાસકામ શક્ય બને છે?
જાહેર દેખાવ માટે એક દિવસમાં કામ શક્ય હોય, તો સામાન્ય નાગરિકો માટે વર્ષો સુધી રાહ શા માટે?
આ વિકાસના દેખાવ સામે અવાજ ઉંચો બન્યો છે.
રાધનપુર નગરની જનતા મૂળભૂત સુવિધાઓથી વંચિત છે
અને સરકારે તેના પ્રશ્નો માટે તાત્કાલિક પગલાં લેવું જોઈએ અને અમે વિકાસ વિરુદ્ધ નહીં,
પરંતુ દેખાવના વિકાસ વિરુદ્ધ છીએ તેવું નવર સેવક જયાબેન ઠાકોરે જણાવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
