સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં વર્ષોથી કાયમી સમાધાન ન થયેલા વિવિધ મુદ્દાઓ જેમ કે માર્ગ, પાણી, ગટર, આરોગ્ય અને શિક્ષણ જેવી જાહેર સેવાઓ અંગે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે આવતીકાલે તા. 18 જુલાઈ 2025ના રોજ સાંતલપુર તાલુકાની મુલાકાતે પધારતા અધિકારીશ્રીઓ સમક્ષ આ પ્રશ્નોની રજૂઆત કરવા માટે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે.
પ્રતિનિધિમંડળે અધિકારીશ્રીઓને લેખિત પત્ર પાઠવીને મળવા માટે સમય ફાળવવા નમ્ર વિનંતી કરી છે જેથી સ્થાનિક લોકોને તાત્કાલિક રાહત મળે તથા પડતર પ્રશ્નોના હલ માટે પગલાં લેવાઈ શકે.
પ્રતિનિધિમંડળમાં શામેલ અગ્રણીઓમાં સમાવેશ થાય છે:
જાહિદખાન મલેક – પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ
બાબુભાઈ આહિર – કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ
કરશનજી ઠાકોર – પ્રમુખ, રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિ
પશાભાઈ રાઠોડ – પ્રમુખ, સમી તાલુકા કોંગ્રેસ સમિતિ
આદિત્ય ઝુલા – મહામંત્રી, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ
પ્રતિનિધિમંડળે આશા વ્યક્ત કરી છે કે અધિકારીશ્રીઓ સમય ફાળવી રજૂ થયેલ પ્રશ્નો પર ગંભીરતાથી વિચારણા કરશે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
