July 19, 2025 12:54 pm

CMના આગમન પહેલાં મહિલાઓને રજૂઆતથી અટકાવ્યા:

કોંગ્રેસે મહિલાઓ એ ભાજપ પર તાનાશાહીની આરોપ મૂક્યો

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આજ રોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની મુલાકાતે આવી રહ્યા છે.

તેમનું સ્વાગત કરવા સાથે સાથે રાધનપુરના વર્ષો જૂના પ્રશ્નો રજૂ કરવા જઈ રહેલી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના આગેવાનોને પોલીસે અટકાયત કરી લેતા રાજકીય ગરમાવો સર્જાયો છે.

માહિતી અનુસાર, રાધનપુર વોર્ડ-1ના નગરસેવક જયાબેન ઠાકોર, ઉપપ્રમુખ લીલાબેન મકવાણા અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરાબેન ઘાંચી મુખ્યમંત્રીએ મુલાકાત દરમિયાન રજુઆત કરવા ઈચ્છતા હતા.

પરંતુ મોડી રાત્રે 12 વાગ્યે પોલીસની એક ટીમ તેમના નિવાસસ્થાન પર આવી અને જાણે કોઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહી હોય તેમ નજરકેદમાં લીધા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા મૂકાયો છે.

મહિલા નેતાઓએ જણાવ્યું કે,

“અમે કોઇ તોફાન કરવા નથી જતા,

માત્ર શાંતિપૂર્ણ રીતે રજુઆત કરવા માંગતા હતા.

પણ ભાજપ સરકારના શાસનમાં રજુઆત કરવાનો પણ હક નહિં રહ્યો એમ લાગી રહ્યું છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે,

“આ દુર્દશા તંત્રની તાનાશાહી દર્શાવે છે.

આમ છતાં અમે અમારા હક્ક માટે લડતા રહીશું અને રાધનપુરના પ્રશ્નોની અવાજ ઉંચો કરવો બંધ નહીં કરીએ.”

કોંગ્રેસ મહિલા તરફથી આ ઘટનાને “લોકશાહી પર હુમલો”

ગણાવીને ભારે આક્રોશ વ્યકત કરવામાં આવ્યો છે

અને રાજકીય દબાણ હેઠળ પોલીસ દ્વારા ધાંસલચલાવાની ટકોર કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें