હેપેટાઈટીસ, B.C., ટી.બી., RPR, ડાયાબિટીસ અને બી.પી.સહિતના વિવિધ ટેસ્ટ કરવા માટેના આ ઈન્ટેગ્રેટેડ ચેકઅપ કેમ્પમાં ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ ખુબ જ મોટાં પ્રમાણમાં ભાગ લેવા માટે આવેલ ગ્રામજનોને પોતાના હેલ્થ અવેરનેસ પ્રત્યે પ્રોત્સાહિત કરીને તથા કલ્યાણા ગામે ઈન્ટેગ્રેટેડ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન જેમની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું એવા ડૉ.દર્શિતભાઈ ઠાકર અને એમની સમગ્ર ટીમને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ડૉ.દર્શિતભાઈ ઠાકર ( MBBS, મેડિકલ ઓફિસર ), સચિનભાઈ પટેલ ( MPHS ), મિસ.પિનાઝબેન ( લેબ.ટેકનિશિયન ), ડૉ.વિપુલભાઈ ખરાડી ( CHO ), સોનલબેન પટેલ ( FHW ), અજીતભાઈ પંચાલ ( MPHW ), તથા તમામ આશા વર્કર બહેનો સહિતનો સ્ટાફ તથા ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મગસિ ઠાકોર સિધ્ધપુર
