ગાય આધારિત પ્રકૃતિક ખેતી, માર્ગદર્શન તેમજ પાંચ આયામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી
આત્મા યોજના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાવરડા ગામ ખાતે જિલ્લા અંદર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગાય આધારિત પ્રકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપી પાંચ આયામોની માહિતી વિસ્તૃતમાં આપવામાં આવી હતી.
આ તાલીમમાં ખેડૂતોને ખરીફ ઋતુમાં પાક નું વાવેતર કરતાં પહેલા બીજા મૃત નો પટ આપીને વાવેતર કરવા, પાયાના ખાતર તરીકે ઘન જીવા મૃતનો ઉપયોગ કરવા, જમીનમાં સૂક્ષ્મ જીવોની ખેતી કરી છોડના વિકાસ અને વૃદ્ધિ માટે જીવામૃત તેમજ કઠોળ પાક નું મિશ્ર પાકનું વાવેતર કરવા થી ખેડૂત ને એક સિઝનમાં બે પાકની આવક મળે તેની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. સાથે સાથે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો નો ઉપયોગ કરીને ખેડૂતને ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદન માં ખેત પેદાશો ઝેરમુક્ત મળે છે જેથી બજાર માં તે ખેત પેદાશો ના ભાવ સારા મળે છે.
સમગ્ર તાલીમનું આયોજન એટીએમ નરેશ ચૌધરીએ કર્યું હતું. જ્યારે તાલીમમાં હાજર રહેનાર અધિકારીશ્રીઓએ તાલુકા સંયોજક ભગવાનસિંહ જાડેજા ફાર્મર માસ્ટર ટ્રેનર ભાવનાબેન ઠાકોર, કૃષિ સખી વૈશાલીબેન ચૌધરી ,કાંતાબેન પરમાર, એગ્રી આસિસ્ટન્ટ નરપતસિહ જાડેજા હાજર રહી પોતપોતાના વિષય પર ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
