July 22, 2025 4:25 am

Radhanpur : રાધનપુર શહેરમાં આખલાઓ લડતા સીસીટીવીમાં કેદ: વહીવટ તંત્ર સામે નાગરિકોમાં રોષ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રસ્તા પર બે આખલાઓ લડતા વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

રસ્તા પર આખલાઓ વચ્ચે થયેલી આકર્ષક લડાઈથી વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

રસ્તા પર ટ્રાફિક પણ થોડો સમય માટે ખોરવાયો હતો.

આ ઘટના ફરી એકવાર રાધનપુર નગરપાલિકા અને તંત્રની ગૌશાળાઓ તેમજ ઢોર નિયંત્રણ બાબતની બેદરકારીને સ્પષ્ટ કરે છે.

સ્થાનિક નાગરિકોએ અનેકવાર ઢોર મુક્ત શહેરની માંગ કરી હોવા છતાં,

રસ્તાઓ પર મુક્ત સંચરતા ઢોરો ભારે અસુવિધા ઉભી કરી રહ્યાં છે.

નાગરિકોએ તંત્રને ચિમકી આપી છે કે જો ઝડપથી ઢોર પકડવા અને ગૌશાળા વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ નહીં ધરાય તો આંદોલન કરવાની ફરજ પડશે.

વિડિઓ વાયરલ થતાની સાથે જ લોકોએ પુછયું કે:

“શહેરના માર્ગો હવે ઢોર માટે છે કે લોકો માટે?”

“એક દિવસે મોટો અકસ્માત થાય એ પહેલાં તંત્ર જાગશે કે પછી?”

લોકો ની માગણીઓ:

શહેરમાં ઢોર પકડવાની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવે

રસ્તાઓ પર પોઇન્ટવાઈઝ વોર્ડન અથવા સુરક્ષા વ્યવસ્થા થાય

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें