રાધનપુર, વોર્ડ નં. ૩: દરબારગઢ વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી વીજલાઈનોમાં વારંવાર શોર્ટ સર્કિટ થવાના બનાવો સામે આવી રહ્યા છે.
સ્થાનિક રહીશો આ સતત સમસ્યાથી પરેશાન છે અને જીવલેણ ખતરા હેઠળ જીવી રહ્યા છે.
તેમની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઇ લોકોમાં ભારે રોષ છે.
સ્થાનિક રહેવાસીઓ મકબુલ હુસેનભાઈ અને જેહેદાબાનુ મકબુલ હુસેન બેલીમ સહિતના લોકોએ મીડિયા સમક્ષ કડક શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો હતો
અને ચીમકી ઉચ્ચારી કે,
“જો કોઈ જાનહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી વીજતંત્રની રહેશે.”
મળતી માહિતી અનુસાર, મકાનોની દીવાલે ખુલ્લા વાયર લટકી રહ્યા છે
અને કનેક્શનો તથા તાબલામાં વારંવાર શોર્ટ સર્જાઈ રહ્યા છે.
તંત્રના નિષ્ક્રિય વલણથી લોકોના જીવને વિપ્રિત પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
જાહેરમાં ઉઠી માંગ:
સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક યોગ્ય મરામત તેમજ સુરક્ષિત વીજલાઈનો માટે માંગ ઊભી કરવામાં આવી છે.
જો તંત્ર આજે પણ સજાગ નહીં બને તો આગામી દિવસોમાં લોકો દ્વારા આંદોલન થઈ શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
