પાટણ જિલ્લાના શબ્દલપુરા ગામ નજીક ધોરી ડેરી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટીમે ફિલ્મી ઢબે ફોર્ચ્યુનર ગાડીનો પીછો કરીને દારૂની હેરાફેરી પકડી હતી.
આ દરમ્યાન દારૂ હેરાફેરી કરતા ઈસમો ગાડી છોડી ફરાર થઈ ગયા હતા.
પોલીસે સ્થળ પરથી કુલ 13,96,980 રૂપિયાનું વિદેશી દારૂ તથા અંદાજે 25 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર કાર મળી કુલ ₹38,96,980ના મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે દારૂનો માલ મંગાવનાર, પહોંચાડનાર, ડ્રાઈવર, કંડકટર અને ગાડીના માલિક સહિત ચાર વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મુદ્દામાલ અને કેસનો સંપૂર્ણ હવાલો રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યો છે,
અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
