કચ્છ બ્રાંચ કેનાલની ૦૦ થી ૪૫ કી.મી., સાંકળ ૪૩૮૧૫ મીટર ઉપર ઝઝામ ગામ પાસે આવેલ બ્રીજ આશરે ૧૧ વર્ષ પહેલા નિગમના પેટ્રોલીંગના વાહનો તેમજ (LMV) લાઇટ મોટર વ્હીકલની અવર જવરના હેતુ માટે બનાવવામાં આવેલ પુલ હાલમાં ભયજનક સ્થિતિમાં હોઇ અને ગમે ત્યારે તુટવાની સંભાવના રહેલ હોઇ, લાઇટ મોટર વ્હીકલ સિવાયના તમામ ભારે વાહનો સદર બ્રીજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધિત કરવા કાર્યપાલક ઇજનેર શ્રી કચ્છ શાખા નહેર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે.
પાટણ જિલ્લાની અધિકાર ક્ષેત્રની નર્મદા નિગમ હેઠળની કચ્છ બ્રાંચ કેનાલની ૦૦ થી ૪૫ કી.મી., સાંકળ ૪૩૮૧૫ મીટર ઉપર ઝઝામ ગામ પાસે આવેલ બ્રીજ નિગમના પેટ્રોલીંગના વાહનો તેમજ (LMV) લાઇટ મોટર વ્હીકલની અવર જવરના હેતુ માટે બનાવવામાં આવેલ પુલ હાલમાં ભયજનક સ્થિતિમાં હોઇ, લાઇટ મોટર વ્હીકલ સિવાયના તમામ ભારે વાહનો સદર બ્રીજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધિત કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા અંગેની માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશ્યક જણાય છે.
જે અંતર્ગત શ્રી તુષાર ભટ્ટ (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ – ૩૩(૧)(ખ) થી મળેલ સત્તાની રૂએ તા.૧૭/૦૭/૨૦૨૫ થી તા.૧૪/૦૯/૨૦૨૫ સુધી પાટણ જિલ્લાની અધિકાર ક્ષેત્રની નર્મદા નિગમ હેઠળની કચ્છ બ્રાંચ કેનાલની ૦૦ થી ૪૫ કી.મી., સાંકળ ૪૩૮૧૫ મીટર ઉપર ઝઝામ ગામ પાસે આવેલ બ્રીજ નિગમના પેટ્રોલીંગના વાહનો તેમજ (LMV) લાઇટ મોટર વ્હીકલની અવર જવરના હેતુ માટે બનાવવામાં આવેલ પુલ હાલમાં ભયજનક સ્થિતિમાં હોઇ, લાઇટ મોટર વ્હીકલ સિવાયના તમામ ભારે વાહનો સદર બ્રીજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સદરહું જાહેરનામા નિયમોના ઉલ્લંઘન કરનાર ઈસમ / વ્યકિત / સંસ્થા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે તથા આ જાહેરનામાના ભંગ બદલ BNS-2023 ની કલમ ૨૨૩ તળે કાયદેસર કાર્યવાહીને પાત્ર ઠરશે.
સદરહું જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ / વ્યકિત / સંસ્થા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, કચ્છ શાખા નહેર વિભાગ નં.૨/૫, રાધનપુર કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓએ કરવાની રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
