August 31, 2025 5:02 am

Harij : હારીજ: શહેરના રાવળ ટેકરા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીની સમસ્યા સતત યથાવત રહી છે.

હારીજ શહેરમાં ખાસ કરીને રાવળ ટેકરા વિસ્તારના રહીશો છેલ્લા ચાર વર્ષથી તળપદી જરૂરિયાત એટલે કે પીવાના પાણી માટે હાઈલાઇન નળની આશા પર જીવી રહ્યા છે.

ગુજરાત સરકારની નલ જે જળ યોજનાના દાવા પોકળ રાવળ વાસ ટેકરા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષની ૨૦૦ જેટલા પરિવારો પીવાનું પાણી ટેન્કર મારફતે પૈસા ખર્ચી પાણી લાવવા સ્થાનિકો મજબુર બન્યા છે

હારીજ નગરમાં દિન પ્રતિદિન પીવાના પાણીની સમસ્યા ઓ વિકટ બની રહી છે.

ત્યારે વાત કરવામાં આવે તો હારીજ ના વોર્ડ નંબર ચાર રાવળવાસ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પીવાનું પાણી લોકોના ઘરોમાં નથી મળી રહ્યું

રાવળવાસના સ્થાનિકો દ્વારા પાલિકામાં અવારનવાર શરૂઆત કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા રાવળ વાસ વિસ્તારના સ્થાનિકો નગરપાલિકામાં પહોંચી લેખિતમાં રજૂઆત કરી હતી

જેમાં રાવળવાસ ટેકરા વિસ્તારમાં વિચરતી સમુદાયના કુલ ૨૦૦ ઉપરાંત પરિવારો વસવાટ કરી રહ્યા છે જેઓ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે

આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પીવાનું પાણી નથી મળી રહ્યું.જેથી સ્થાનિકો ટેન્કર મારફતે પૈસા ખર્ચી પીવાનું પાણી મંગાવવા મજબુર બની રહ્યા છે.

જેને લઇ સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભીલપુરા વિસ્તારમાં નવીન બોર ચાલુ કરેલ છે જેનું પાણી ભીલપુરા વિસ્તારમાં પૂરતું મળી રહે છે

તેમજ થોડાક અંતરમાં રાવળવાસ ટેકરા વિસ્તાર આવેલો હોવાથી ત્યાં પૂરતું પાણી પહોંચતું નથી જેથી નવીન પાણીના બોરમાંથી પાઇપલાઇન કનેક્શન આપવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ આવી શકે છે

જેને લઇ વોર્ડ ૪ ના કોર્પોરેટર ચંદુજી ઠાકોર,બકાભાઈ રાવળ ,પરેશ રાવળ સહિત મહિલાઓ, સ્થાનિકો દ્વારા પાલિકા સાથે પહોંચી ચીફઓફિસર તથા પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરીહતી.

હારીજ પાલિકા ચીફઓફિસર આશિષભાઈ દરજીના જણાવ્યા મુજબ રાવળવાસ ટેકરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાની રજુઆત ને પગલે જવાબદાર શિવ શક્તિ કન્ટ્રક્શન હારીજને પાઇપ લાઈનની કામગીરી સોંપવામાં આવી છે જે વિસ્તારના સ્થાનિકોની રજૂઆતને પગલે આગામી બે દિવસમાં નવીન લાઇન જોઈન્ટની કામગીરી શરૂ કરવા અંગે નોટિસ પાઠવવામાં આવશે.

છતાં સમયસર કામગીરી શરૂ નહીં કરાયતો શિવશક્તિ કન્ટ્રક્શનના સ્વખર્ચે

બીજા કોન્ટ્રકટરના માધ્યમથી તાત્કાલિક ધોરણે કામગીરી પુરી કરી સમસ્યાનું નિરાકરણ લવાશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ