જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” જિલ્લા સેવા સદન, પાટણ ખાતે યોજાયો હતો.
જેમાં કલેકટરશ્રીએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન કર્યા હતા.
કાર્યક્રમમાં જમીન માપણી, મકાન સહાય, બસની વ્યવસ્થા કરવા અંગે, દબાણ અને ગંદકી દૂર કરવી, ગટરની સફાઈ વગેરે સંદર્ભે ૨૩ જેટલા અરજદારો તરફથી જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી.
આ અરજીના સંદર્ભે જિલ્લા કલેકટરશ્રીએ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સત્વરે અરજીનો નિકાલ લાવવા માટે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં પોલીસ વડા શ્રી વી. કે.નાયી, નિવાસી અધિક કલેક્ટરશ્રી વી.એલ.બોડાણા સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
