રાજ્ય સરકારની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગે આગળ વધવા આહવાન કરતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત
સિદ્ધપુરમાં સરસ્વતી નદી રોડ પર સિધ્ધેશ્વર ફ્લેટની સામે સિધ્ધપુર દેવીપૂજક સમાજની જ્ઞાતિ વાડીનું ખાત મુહૂર્ત પૂજયશ્રી “હંસાબા”ના સ્મરણાર્થે આજરોજ કેબિનેટ મંત્રીશ્રી અને જ્ઞાતિવાડીના દાતાશ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં અગ્રતા ક્રમાંક મેળવતા પાલિકાના સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખ શ્રીમતિ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર અને ચીફ ઓફિસરશ્રી કૃપેશ પટેલનું કેબિનેટ મંત્રીશ્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજના પવિત્ર દિવસ દેવીપૂજક સમાજના ભાઈઓ માટે ગર્વનો દિવસ છે.
આ પાવન દિવસ નિમિત્તે દેવીપૂજક સમાજની વાડીનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું છે.
નાની ઉમરમાં જીવનના પાઠ સમાજના ભાઈઓ પાસેથી શિખ્યો છું.
કેબિનેટ મંત્રીશ્રીએ દેવીપૂજક સમાજને દીકરા-દિકરીઓને શિક્ષણ અપાવવા પણ આહવાન કર્યું હતું.
તેમજ સમાજને રાજ્ય સરકારની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગે આગળ વધવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન શ્રી રશ્મિનભાઈ દવે, એપીએમસી ચેરમેનશ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી શંભુભાઇ દેસાઈ, સંગઠનના પદાધિકારીઓ તેમજ પટ્ટણી સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
