રાધનપુર શહેરના અશોક શોપિંગ સેન્ટર સામે ફરી એક વખત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી બેદરકારીના કારણે ગરીબ પરિવારનું નુકસાન થયું છે.
એક હાથ લારી ચલાવતો શ્રમિક, જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે,
તેની લારી નગરપાલિકાના રસ્તા પર આવેલ ખાડામાં ફસાઈ જતા નુકશાન થયું છે.
દરરોજ આવા ખાડાઓ અને ખસ્તાહાલ રસ્તાઓ કારણે અનેક નાગરિકો ભોગ બને છે.
પરંતુ તંત્ર તરફથી કોઈપણ પ્રકારની કામગીરી જોવા મળતી નથી.
રસ્તા મરામત કરવાને બદલે નગરપાલિકા આંખ મૂકી બેઠી છે.
લોકોના હવે એવો સવાલ સતાવે છે કે આ નુકશાનનું વળતણ કોણ આપશે?
શહેરના નાગરિકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તેમણે માંગ ઉઠાવી છે કે નગરપાલિકા દ્વારા તરત યોગ્ય કામગીરી કરવામાં આવે અને જેમણે નુકશાન ભોગવ્યું છે તેમનું વળતણ આપવામાં આવે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટ
