રાધનપુર: રાધનપુરના શાંતીધામથી સાતુન-કમાલપુર તરફના તાજેતરમાં બનેલા ડામર અને સીસી રોડની ધજાગર થતા
લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અંદાજે પાંચ કરોડના ખર્ચે માર્ગ અને મકાન (પં) પેટા વિભાગ દ્વારા બનાવાયેલા રોડમાં બનતાની સાથે જ ચારે બાજુ ખાડા પડી ગયા છે.
લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડની બનેલી સ્થિતિ દર્શાવતું સ્પષ્ટ ચિત્રણ પણ સામે આવ્યું છે જેમાં રોડનું બેસી જવું,
ટૂંટેલા ભાગો અને ખાડા સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે.
તાજેતરમાં માર્ગ અને મકાન (પં) પેટા વિભાગની કચેરી રાધનપુર દ્દારા રૂપીયા પાંચ કરોડના ખર્ચે રાધનપુરના શાંતીધામથી સાતુન-કમાલપુર સુધી ડામર તેમજ સીસી રોડ બનાવવામાં આવેલ છે જે રોડ બનતાની સાથેજ ચારે બાજુ ખાડા પડી ગયેલ છે
તેમજ રોડની બંન્ને બાજુ માટી નાખવાની હોવાથી માટીનું બુરાણ પણ કરેલ નથી તેમજ પાણીના નીકાલ માટે જરૂરી જગ્યાએ નાળાં મુકવાના થાય છે તે નાળા પણ મુકવામાં આવેલ નથી
જાગૃત નાગરિક દ્વારા આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ રાધનપુરના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી
નિર્માણમાં થયેલા ભષ્ટ્રાચાર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
તેઓની માગ છે કે સંબંધિત ઈજનેર અને કોન્ટ્રાક્ટર સામે તપાસ થઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે
જેથી ભવિષ્યમાં આવી કામગીરી પુનઃ ન થાય અને લોકોને સુરક્ષિત રસ્તા મળી રહે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
