August 21, 2025 11:08 am

Sidhpur : તા-24-07-2025 ના રોજ દિવાસાના શુભદિને માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના જીવન માટે ગર્વ અને ગૌરવની વિશેષ ક્ષણ છે.

પુજયશ્રી માતાશ્રી “હંસાબા” ના પાવન સ્મરણમાં સિદ્ધપુર પટણી સમાજ માટે નવી ધર્મશાળાનું ભૂમિ પૂજનનો સન્માનભર્યો અવસર પ્રાપ્ત થયો. 

આ પ્રેરણાદાયી પ્રવૃત્તિ માત્ર આધુનિક ઈમારતનું નિર્માણ નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ અને ભવિષ્યની પેઢી માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ધર્મશાળા દ્વારા હવે સામૂહિક લગ્ન, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક ઉત્સવો અને યુવાઓ માટે માર્ગદર્શક પ્રવૃત્તિઓનું આયોજન સરળતાથી થઈ શકશે. એટલું જ નહીં, આ જગ્યા સમગ્ર શહેરના લોકો માટે સમૂહમાં મળવા, વિચાર વિમર્શ કરવા અને સમૂહભાવને વધારવા માટે એક મહત્ત્વનું કેન્દ્ર બનશે.

 

પુજયશ્રી હંસાબાના આ સ્મૃતિ સ્થળે સમાજના જ્ઞાન, સંસ્કાર અને સંવાદના બીજ વાવાશે – જે અનેક પેઢીઓ સુધી ફળદાયી સાબિત થશે. આવા પુણ્ય કાર્ય માટે સૌ સંકળાયેલ દરેક વ્યક્તિના અવિરત પ્રયાસો માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું.

 

આ પ્રસંગે સંત શ્રી શિરોમણી કહરનાથ મહારાજ, અનિતાબેન પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઈ, સોનલબેન ઠાકર, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી અંકુરભાઈ, શ્રી ધર્મેન્દ્રભાઈ ઠાકર, વર્ષાબેન પંડ્યા, શ્રી ચિરાગભાઈ શુકલ, કૃપાબેન આચાર્ય, શ્રી રશ્મિનભાઈ દવે, શ્રી જનાર્દનભાઈ શુકલ, પ્રજ્ઞાબેન ઠાકર, શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી નટુભાઈ, શ્રી વિનુભાઈ, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી અજીતભાઈ ઠાકર શ્રી કિરણભાઈ શાસ્ત્રી, કામિનીબેન, સરપંચ શ્રી મહેન્દ્રભાઈ તેમજ પટણી સમાજના આગેવાનો, સંગઠન હોદ્દેદારો તેમજ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મગસિ ઠાકોર સિધ્ધપુર

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો