તાજેતરમાં તા.25 જુલાઈ 2025 ના રોજ ગુજરાત રાજ્યના રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તરઘડીયા ખાતે એક કાર્યક્રમ યોજાયેલ. જેમાં રેવનું નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયાની ખેડૂતો માટેની લીગલ પ્રોબ્લેમ અને સોલ્યુસન ના કાર્યને બિરદાવી સર્ટીફિકેટ એટલે કે પ્રશસ્તિપત્ર આપી બિરદાવવમાં આવ્યા. જે ગ્રીન ટીવી નિશાન ચોપાલ નામની ભારત આખામાં પ્રસિદ્ધ સંસ્થા છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારની જુદી-જુદી ખેડૂતલક્ષી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. આ કાર્યક્રમમાં ૩૦૦થી વધારે ખેડૂતો હાજર રહ્યા હતા. કપાસ અને મગફળી પાકમાં પ્રબંધક બાબતે યુનિવર્સિટીના તજજ્ઞ તથા આત્માના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.તે ઉપરાંત રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાએ ખેડૂતોના રેવન્યું બાબતે માગદર્શન આપ્યું.તેમજ રેવન્યું ગુરૂ દ્વારા દર મહિને તેમની વાડીમાં રાજકોટમાં બે દિવસ અને એક રાત્રી નોર્મલ ફી રાખી રેવન્યું તાલીમ કેમ્પ યોજે છે.તેમજ આખા ગુજરાતમાં ખેડૂત સંસ્થા કે સમુદાય ભેગા મળી આયોજન કરે છે તો ફ્રિ સેમીનાર કરી માહિતી આપે છે.આ સેવાને સંસ્થા તેમજ ગ્રીન ટીવી દ્વારા બિરદાવી સન્માનપત્ર આપવામાં આવેલ
અહેવાલ. ભાનુભાઈ પાનશેરિયા
