પાટણ – જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ના અસરકારક અમલીકરણ હેતુ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગો સાથે કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકો યોજાઈ હતી.
પાટણ જિલ્લા સેવા સદન ખાતે બાળકોના અધિકારોના રક્ષણ માટે વિવિધ ત્રણ બેઠકો યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ બાળ કલ્યાણ સમિતિ પાટણની ત્રિ-માસિક બેઠક યોજાઈ જેમાં બાળ કલ્યાણ સમિતિ દ્વારા કાળજી સંભાળ અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકોને સંસ્થામાં પ્રવેશ તથા મુક્તિ અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જુવેનાઇલ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિવિધ પ્રકારના ક્ષમતા વર્ધન તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો તથા અન્ય કાળજી સંભાળ અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકો સંદર્ભે કરવામાં આવેલ કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ના અસરકારક અમલીકરણ માટે બાળ કલ્યાણ સાથે સંકળાયેલ અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ તથા અન્ય સંલગ્ન કર્મચારીશ્રીઓની સાથે યોગ્ય સંકલનના ભાગ રૂપે ત્રિ-માસિક બેઠક યોજી તેઓના પ્રશ્નોની રજૂઆત, નિરાકરણ અને બાળ કલ્યાણકારી કામગીરી અસરકારક બની રહે વગેરે બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી.
બેઠકમાં સેક્રેટરીશ્રી- જિલ્લા મફત કાનૂની સેવા સત્તા મંડળ, , જિલ્લા વિકાસ અધિકારીશ્રી,નવીન નિમણૂક પામેલ CWC ચેરમેનશ્રી/સભ્યશ્રીઓ તથા JJB સભ્યશ્રીઓ,જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સરકારી શ્રમ અધિકારીશ્રી,આઈ.સી.ડી.એસ., પોલીસ વિભાગ, આયોજન અધિકારીશ્રી, અ.જા/વી.જા પ્રતિનિધિ, ઈનચાર્જ -જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી તથા અન્ય બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
