राजस्थान. ઝાલાવાડ, રાજસ્થાન – રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક શાળાની છત ધરાશાયી થતા ભારે દુઃખદ અકસ્માત સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટનામાં ઘણા બાળકોના મોત થયા છે
અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.
તમામ ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,
જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાના અહેવાલ છે.
આ દુર્ઘટના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી મદન દિલાવરનો એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.
કોટાના સર્કિટ હાઉસ ખાતે 24 જુલાઈએ પત્રકારો દ્વારા શાળાઓની જર્જરિત હાલત અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે,
“આ કોંગ્રેસના શાસનકાળના પાપો છે, જેને અમે ધીમે ધીમે સુધારીશું.”
વિપક્ષી પક્ષોએ મંત્રીના આ નિવેદનને ઠપકાવી રાજ્ય સરકારને નિષ્ફળ ગણાવી છે.
મદન દિલાવરે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે અને ઘાયલ બાળકોની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.
રાજ્યમાં શૈક્ષણિક માળખાની દયનિય હાલતને લઈ ફરીથી ચર્ચા છેડાઈ છે અને લોકોમાં ભય અને ગુસ્સો વ્યાપી રહ્યો
The Gujarat Live News
