મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગઈ કાલથી ડોર ટુ ડોર પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા હતા જેમાં આવનારી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓના ભાગ રૂપે આમ આદમી પાર્ટી દ્વારા ઘરે ઘર જઈને લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા.
ગુજરાતમાં આવનારી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા યુવાનો, ખેડુતો, ધંધાદારીઓ સહિત ગામના સૌ ગ્રામજનો ને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવા આહવાન કરવામાં આવ્યું હતું અને વિસાવદર વિધાનસભાની જીત બાદ આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. દિવસે ને દિવસે એક નવી ઊંચાઈ પર આમ આદમી પાર્ટીનું સંગઠન પહોંચી રહ્યું છે. હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તમામ વર્ગમાંથી, તમામ વિસ્તારમાંથી, તમામ સમાજમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર ની સાથે આદમી પાર્ટીનો સંદેશો પણ ઘર ઘર અને એક-એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે જેના કારણે જનતાનો પણ ભરોસો આમ આદમી પાર્ટી ઉપર ખુબ જ વધતો જોવા મળી રહ્યો છે. આ તકે ઉપસ્થિત હેપ્પી જી – અમરગઢ(પંજાબ) માર્કેટ યાર્ડ સમિતિના ચેરમેન તેમજ તેમની ટીમ,પ્રદેશ ઓબીસી સહમંત્રી વિઠ્ઠલભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ બારૈયા પ્રદેશ ઓબીસી ઉપ પ્રમુખ અને મહુવા વિધાનસભા પ્રભારી ,કથડભાઈ ગુડાળા મહુવા વિધાનસભા સહ પ્રભારી, તાલુકા ઇન્ચાર્જ રાજાભાઈ હડીયા,જીલ્લા સહ પ્રભારી રમેશ જીંજુવાડીયા, માંજી સરપંચ મનસુખભાઈ, સહિત મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટા ખુંટવડા ગામના દરેક સમાજમાંથી લોકો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.
અહેવાલ.અશ્વિન ચાવડા- મહુવા
