મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના અનેક ગામોમાં જેમકે ભાદ્રોડ થી ખાટસુરા,કંટાસર થી ચુણા,છાપરી સહિત આઠ દસ ગામને જોડતા રસ્તાઓ અને પુલ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓના જીવ જોખમમાં ચોમાસાની શરૂઆતથી જ રસ્તાઓની હાલત વિકટ બની છે.
ભાદ્રોડ થી ખાટસુરા,કંટાસર થી ચુણા,છાપરી સહિત આઠ દસ ગામને જોડતા રસ્તાઓ અને પુલ બિસ્માર હાલતમાં હોવાના કારણે અનેક ગામડાઓના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે તેમજ બાળકોને શાળાએ મોકલવા, દર્દીઓને હોસ્પિટલ લઈ જવા અને રોજગાર માટે જવામાં લોકોને મુશ્કેલી પડે છે.
અહેવાલ.અશ્વિન ચાવડા- મહુવા
