September 1, 2025 3:26 am

Patan : કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર શહેર તેમજ તાલુકાના વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

રાજ્ય સરકાર આ કપરા સમયે દરેક સંભવ મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે: મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત

ગત રાત્રે પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી અને તેને પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા માટે

કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે

સિધ્ધપુર શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

તેમણે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી અને તાત્કાલિક રાહત તથા પુનર્વસન માટેના પગલાં લેવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.

મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે તાત્કાલિક અસરથી તાલુકાના તાવડીયા ગામ ખાતે મોહિની નદી ઓવરફ્લો થવાથી ચેકડેમની મુલાકાત લીધી હતી.

તેમજ ખડીયાસણ ગામ અને મેત્રાણા ગામ ખાતે ઉમરદશી નદી ઓવરફ્લો થવાથી ગામની મુલાકાત લીધી હતી.

અને પાણી ભરાયેલા વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

સાથે સાથે સ્થળ પર હાજર રહેલા સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરીને બચાવ તથા રાહત કામગીરી માટે યોગ્ય પગલાં લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

સ્થાનિક લોકોની સુરક્ષા અને સહાય માટે સમગ્ર ટીમ સાથે સતત સંપર્કમાં રહી કામગીરી કરવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ સિધ્ધપુર શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારો, જ્યાં પાણી ભરાવાના કારણે જનજીવન પર અસરગ્રસત થયું છે

તેને તાત્કાલિક મદદ મળી રહે તે માટે અધિકારીઓને સૂચન કર્યા હતા.

તેમણે ખાસ કરીને ખેતીલાયક જમીનોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભા પાકને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકાર પાટણ જિલ્લાની જનતાની પડખે ઊભી છે અને તેમને દરેક સંભવ મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

આ પ્રસંગે સિધ્ધપુર પ્રાંત અધિકારીશ્રી જે.એચ.બારોટ, સિધ્ધપુર મામલતદારશ્રી કે.કે. રાણાવસીયા, APMC ચેરમેન, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ