પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણ નાઓએ પાટણ જિલ્લામાં પ્રોહીબિશન/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા બાબતે આપેલ સુચના આધારે શ્રી ડી.ડી.ચૌધરી ના.પો.અધિ.સા.શ્રી રાધનપુર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી દારૂ/જુગારના કેસો શોધી કાઢવા સારૂ ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના અ.હેડ.કોન્સ. દિલીપસિંહ લાભુજી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પીંપરાળા ગામે, રહીમખાન ફેરૂખાન બલોચ રહે-પીંપરાળા વાળાના ઘર પાછળ કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ ગે.કા. રીતે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા ઇસમોને કુલ રોકડ રકમ રૂ.૧૭,૨૦૦/- ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦, મળી કુલ કિં.રૂ.૧૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ અને રેઇડ દરમ્યાન નાસી ગયેલ જેઓના તમામ વિરુધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) રમજાનભાઇ સિધીકભાઇ હિંગોળજા રહે-આડેસર મસ્જીદ વાસ તા-રાપર મુળ રહે-ટગા તા-રાપર
(૨) રહીમખાન ફેરૂખાન બલોચ રહે.પીંપરાળા તા.સાંતલપુર જી.પાટણ
પકડવાના બાકી આરોપીઓની વિગત:-
(૧) અબરાર સમેજા જેના બાપનુ નામ આવડતુ નથી રહે-આડેસર તા-રાપર
(૨) ખમીસા મામદ ભટ્ટી રહે-આડેસર તા-રાપર
(૩) રઝાક ગુલમામદ સમેજા રહે-આડેસર તા-રાપર
(૪) મહેબુબ સધીક હિંગોળજા રહે-આડેસર તા-રાપર
