રાજકોટ નજીક પડતું હોય એટલા માટે અશ્વિનભાઈ એઆપણી સમિતિના રૂપલબેન પટેલ નો સંપર્ક કરવા માટે કહેલું હતું
શારદાબેન ને રૂપલબેન ને તેમની પરિસ્થિતિની તમામ હકીકત જણાવતા કહેલું કે અંદાજિત બે ત્રણ વર્ષ પહેલા તેમના પતિ રસિકભાઈ જે તેમના કાકાજીના દીકરા સાથે કડિયા કામ કરતા હોય તે દરમિયાન ઉપરથી પડી જતા તેઓને શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચતા આજીવન પથારીવસ છે અને અત્યારે હાલ તેમને સંતાન પણ ન હોય પતિ તથા વૃદ્ધ સાસુની તમામ જવાબદારી શારદાબેન ઉપર હોય અને તેમના કાકાજી સસરા તેમની વારસાઈ મિલકતમાં ભાગ આપવા માટે એનકેન પ્રકારે તેઓ સાથે અન્યાય કરતા હોય જે વાતની તમામ હકીકત રૂપલબેન ને માલુમ પડેલ કે આ બાબતે ગોંડલ કોર્ટમાં તેમની સિવિલ મેટર ચાલે છે ગત તારીખ 25 /7 /2025 ના રોજ રૂપલબેન શારદાબેન મકવાણા ની સાથે જઈને ગોંડલ કોર્ટમાં જજ સાહેબ સમક્ષ શારદાબેન મકવાણા તેમજ તેમના સાસુ તથા નણંદને લઈને જજ સાહેબને રિક્વેસ્ટ કરેલ કે શારદાબેન રસિકભાઈ મકવાણા જેવો આ વારસાઈ મિલકતમાં સીધી લીટી નાવારસદાર હોય તેઓને સાથે અન્યાય ન થાય તે માટે તેઓને વકીલ રોકવા માટે મુદત આપવા માટે વિનંતી કરેલ હતી આ સમયે ગોંડલ કોટ માં ફરજ પરના અધિકારીઓએ પણ આ બાબતે મદદ કરીને જરૂરી કોર્ટના કાગળો કાઢી આપી અને શારદાબેન મકવાણા વકીલ રોકી શકે તે માટે કોર્ટે મુદત અરજી સ્વીકારી હતી અને રૂપલબેને શારદાબેન ને કહેલું હતું કે આપને યોગ્ય ન્યાય આપવા માટે મહિલા સુરક્ષા સેવા સમિતિ આપના સાથે છે અને આપને ન્યાય આપવા માટે આગળ જે પણ કાર્યવાહી કરવાની થશે તેમાં મહીલા સુરક્ષા સેવા સમિતિઆપને સાથ સહયોગ આપતા રહેશું તેવું આશ્વાસન આપવામાં આવેલ હતું
અહેવાલ/અશ્વિન ચાવડા
