August 19, 2025 2:16 am

Radhanpur : રાધનપુર વિધાનસભામાં સ્થાનિક નેતૃત્વ મજબૂત કરવા કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ

જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને લક્ષ્યમાં રાખી સંગઠન મજબૂત બનાવવાના ઉદ્દેશથી વિચારમંથન

રાધનપુર વિધાનસભાના મોટી પીપળી ગામે સ્થાનિક કોંગ્રેસ આગેવાનોની વિશેષ ચિંતન શિબિર યોજાઈ હતી.

રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય અને લોકસભા ચૂંટણીમાં મળેલા ઘટાડાના અનુસંધાને કાર્યકર્તાઓમાં ઉદ્ભવેલી નિરાશા દૂર કરવા, સંગઠનને પુનઃ સક્રિય કરવા તથા આગામી ચૂંટણી માટે મજબૂત તૈયારીના હેતુથી આ બેઠક યોજાઈ હતી.

શિબિરમાં રાધનપુર, સાતલપુર અને સમી તાલુકાના મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાધનપુર વિધાનસભામાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવી,

લોકોને ન્યાય અપાવવાના મુદ્દે આક્રમકતાથી કામ કરાશે.

પૂર્વ મજબૂત બંધારણ ઊભું કરી એક સબળ વિરોધપક્ષ તરીકે કાર્ય કરવાનું નક્કી કરાયું.

સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક નેતૃત્વને મજબૂત બનાવવું,

સંગઠનના ખાલી પડેલા પદો પર યોગ્ય કાર્યકરોની નિમણૂક કરવી અને બુથ સ્તરે સંગઠનને ફરીથી સજ્જ કરવું તે માટે ખાસ દિશા-નિવેદન અપાયું.

આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસના કાર્યકરોને લાલચ આપી તેમના સંપર્કમાં આવી રહેલી કોશિશોની પણ નોધ લઈને તેનાથી બચવા માટે આગેવાનોને ચેતવવામાં આવ્યા.

શિબિરમાં વિવિધ આગેવાનો હાજર રહ્યા જેમાં મુખ્યત્વે:

ભચાભાઈ આહીર (મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ)

ડો. ઝૂલા (પ્રમુખ, રાધનપુર શહેર કોંગ્રેસ)

જયાબેન ઠાકોર (પ્રમુખ, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ)

કકુબેન પરમાર (પ્રમુખ, સાતલપુર તાલુકા પંચાયત)

બાબુભાઈ આહીર, હરદાસભાઈ આહીર,

જગદીશભાઈ રાઠોડ, કાનજીભાઈ પરમાર, શંકરજી ઠાકોર, રમેશભાઈ દેસાઈ, અણદુભા જાડેજા, અક્રમખાન પઠાણ, જમાલભાઈ ઘાંચી, ઉસ્માનભાઈ વોરા, રામસંગજી ઠાકોર, રમેશજી ઠાકોર અને વિનોદજી ઠાકોરનો સમાવેશ થાય છે.

આગેવાનોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે પક્ષની નીતિઓને ધરાતળે પહોંચાડવી સાથે સ્થાનિક પ્રશ્નો પર લડત આપવી હાલની સમયની જરૂરિયાત છે.

આ શિબિર દ્વારા કાર્યકરોમાં નવી ઉર્જા સંચાર થયો હોવાનું મંતવ્ય પણ રજૂ થયું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ