અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે આદરણીય શ્રી જવાહરભાઈ ચાવડાની નિમણૂક થતા
રાજ્યભરમાં યાદવ સમાજમાં આનંદની લહેર વ્યાપી છે.
તેમની નિમણૂક બદલ સમગ્ર સમાજે હર્ષ વ્યક્ત કર્યો છે
અને તેમને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી જવાહરભાઈ ચાવડા લાંબા સમયથી સામાજિક ક્ષેત્રે સક્રિય રહી સમાજસેવાના કાર્યોમાં આગળ રહ્યા છે.
તેમની આ નિમણૂકથી સંગઠનને નવી ઊંચાઈઓ મળે તેવી શક્યતાઓ છે.
અનેક આગેવાનો અને સમાજબાંધવોના મતે, તેમની નેતૃત્વ ક્ષમતા અને અનુભવ સાથે સમાજ વધુ મજબૂત બનશે.
અભિનંદન સંદેશમાં તેઓએ જણાવ્યું કે,
“આ જવાબદારી મારા માટે માનની વાત છે અને હું સંપૂર્ણ ઈમાનદારીથી સમાજ અને સંગઠન માટે કાર્ય કરવાનું વચન આપું છું.”
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
