કાંકરેજ તાલુકાના દેવ કંબોઇ ગામમાં તારીખ 29 જુલાઈ, 2025ના રોજ હેતલબા બાળ સિકોતર માતાજીનો ભવ્ય યજ્ઞ તથા શોભાયાત્રા મહોત્સવ યોજાયો હતો.
ધાર્મિક ઊર્જાથી પરિપૂર્ણ આ પાવન કાર્યક્રમમાં ગ્રામજનો અને ભક્તજનોનો ઉમટેલો ઉમટ જોવા મળ્યો હતો.
શોભાયાત્રાની શરૂઆત ધામધૂમથી કરવામાં આવી હતી,
જેમાં લાઘવી વાદ્યયંત્રો, ઘોડાસવારી અને માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા
યજ્ઞમાં આરતી, હોમહવન અને ભગવાન સિકોતર માતાજીની મહાઆરતી યોજાઈ હતી.
આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના ભાજપના જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
સાથે સાથે ચેહરસિંહ ભુવાજીના નિવાસસ્થાને માતાજીનો ભવ્ય ફોટો સ્થાપિત કરીને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પણ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકો તેમજ ભક્તજનો માટે આ કાર્યક્રમ એક દિવ્ય અને તિ રૂપ સાબિત થયો હતો.
ધાર્મિક પરંપરાઓને જીવંત રાખતા આવા કાર્યક્રમો ગામમાં ભક્તિભાવ અને સામૂહિક એકતા વિકસાવે છે.
The Gujarat Live News
અહેવાલ ચેહર સિંહ દેવ કંબોઇ કાંકરેજ
