બનાસકાંઠા જિલ્લાના ભાભરનો વિકાસ કુદકે ને ભુસકે વધી રહ્યો છે. અને રાજ્ય સરકાર પણ તેમા સહભાગી થઈ રહી છે. ત્યારે હજી અંદાજિત 2 મહિના પહેલા મારુતિ બંગલા થી હાઈવે સુધી બનેલ નવા CC રોડનુ તોડફોડ ચાલુ કરી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વિગતો અનુસાર ભાભરમા હાલ GEB દ્વારા હાઈ વોલ્ટેજ લાઈનો અન્ડર ગ્રાઉન્ડ નાખવાની કામગીરી ચાલી રહી છે.
ત્યારે કોઈપણ જાતની મંજૂરી લીધી છે કે નહીં? તેવું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે.
જ્યાં જુઓ ત્યા ખાડા ખોદી લાઈનો નાખી રહ્યા હોઈ તેવા આક્ષેપો કોંગ્રેસ આગેવાન હુકુમસિંહ રાઠોડે કર્યા છે.
વધુમાં હુકુમસિંહે જણાવ્યું હતુ કે જો કોઈ સામાન્ય નાગરિક દ્વારા આ રીતે રોડ તોડ્યો હોત તો નગરપાલિકા દ્વારા તેની સામે કાયદેસરના પગલા લેવાયા હોત અત્રે ઉલ્લેખનીય છે કે હજી અંદાજિત બે મહિના પહેલા બનેલ નવીન cc રોડનું આ રીતે તોડફોડ કરવું કેટલું વ્યાજબી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
