August 20, 2025 12:19 pm

Radhanpur : રાધનપુરમાં કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા ચિંતન બેઠક યોજાઈ

પાટણ જિલ્લાના રાધનપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં પ્રદેશના વિવિધ ભાગોથી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના અનુસંધાને આ શિબિરમાં સંગઠન મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

શિબિર બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાધનપુર પ્રાંત અધિકારીને 112 લોકમૂદ્દાઓ સંબંધિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. તેમાં શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્ય સેવા, પીવાના પાણી, માર્ગ વ્યવસ્થા, રોજગારી સહિતના મૂળભૂત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

આવેદનમાં લોકોના જીવન સાથે સીધા સંબંધિત મુદ્દાઓનું ઝડપી નિકાલ લાવવામાં આવે તેવી માંગ રજૂ કરવામાં આવી છે. કોંગ્રેસે સરકારને હાંક આપીને જનહિતના મુદ્દાઓ પર ગંભીરતાથી પગલાં લેવાની અપેક્ષા દર્શાવી છે.

રાધનપુરમાં જનજીવનના મુદ્દે રજૂઆત: રાહદારીઓ, શિક્ષણ, પાણી, રસ્તા, ગટર અને રખડતા ઢોર સહિત અનેક સમસ્યાઓ પર માંગ ઉઠી

રાહદારીઓથી લઇ રખડતા ઢોર સુધીની સમસ્યાઓ સામે નાગરિકોની રજૂઆત

શિક્ષણ, પાણી, રસ્તા જેવી મૂળભૂત જરૂરીયાતોમાં ખામીઓ સામે કોંગ્રેસે અવાજ ઊઠાવ્યો

રાધનપુર વિધાનસભા વિસ્તારની મોટી પીપળી આશ્રમશાળામાં કોંગ્રેસની મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાઈ હતી. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી દ્વારા આયોજન કરાયેલ આ શિબિરમાં પ્રદેશ તથા જિલ્લાસ્થરના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

શિબિરમાં રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારોમાં જનતાને દરરોજ ભેગી પડતી સમસ્યાઓ સામે સાંગઠનિક સ્તરે મજબૂત અવાજ ઊભો કરવાની વાત કરવામાં આવી હતી. જનસમસ્યાઓના નિવારણ માટે અસરકારક વ્હાલ, વલણ અને પ્રયાસો જરૂરી હોવાની ભાવના વ્યક્ત થઈ હતી.

ચર્ચામાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં બુથ મંડળોની રચના, નગરપાલિકા ચૂંટણીમાં થયેલી ખામીઓની સમીક્ષા, સંગઠનના ખાલી પડેલા પદો પર ઝડપી નિમણૂક અને સ્થાનિક સ્તરે નેતૃત્વ ઊભું કરવું જેવા મુદ્દાઓને પ્રાથમિકતા અપાઈ હતી. આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ સબળ વિરોધપક્ષ તરીકે જળવાઈ રહે તે માટે રણનીતિ ઘડવામાં આવી હતી.આ શિબિરમાં પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ પાર્ટીના કાર્યકરોને દિશા દર્શન આપ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક વધુ મજબૂત બનાવવા માટે પાયો ઘાલવા અનુરોધ કર્યો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें