August 20, 2025 6:44 pm

Radhanpur : રાધનપુરમાં ચિંતન શિબિર બાદ લોકજવાબદારી માટે પગલુંઃ કોંગ્રેસે 112 માંગણીઓ સાથે પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર

રાધનપુર ખાતે યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિર બાદ આજે રાધનપુર પ્રાંત કચેરી ખાતે લોકહિતના અનેક મુદ્દાઓને લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાધનપુર તાલુકા સેવા સદનમાં ભવ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ રજૂઆત દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

આ અવસરે કોંગ્રેસના કાર્યકરો દ્વારા “ભાજપ હાય હાય”, “કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ” જેવા નારા લગાવ્યા હતા અને જનતાના પ્રશ્નો તાત્કાલિક હલ કરવાની માંગ રજુ કરી હતી.

આવેદનમાં કુલ 112 મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા સમયથી લંબિત અને ગંભીર ગણાતા પ્રશ્નો હતા.

મુખ્ય મુદ્દાઓમાં નીચેના મુદ્દાઓ વિશેષ રૂપે ઉઠાવવામાં આવ્યા છે:-

1.)રાધનપુર, સાતલપુર અને સમી વિસ્તારમાં ગ્રામ્ય માર્ગોની અત્યંત ખરાબ સ્થિતિ

2.)અનેક શાળાઓમાં શિક્ષકોની ઉણપ અને શિક્ષણ કાર્ય પર અસર

3.)નેશનલ હાઈવે પર મોટા ખાડાંથી અકસ્માતનો ખતરો

4.)નર્મદા યોજના અંતર્ગત પાણી પુરવઠામાં અછત અને અસમય સપ્લાય

5.)આરોગ્ય કેન્દ્રો અને ગામ સ્તરે તબીબી સુવિધાઓનો અભાવ

6.)વૃદ્ધ પેન્શન, વિધવા સહાય અને અન્ય સરકારી યોજનાઓમાં ગેરવહેંચણી સહીત અનેક મુદ્દાઓ ધ્યાને લઇ ચીમકી અપાઈ છે.

પ્રતિક્રિયા રૂપે કોંગ્રેસ તરફથી ચીમકી અપાઈ છે કે જો એક મહિનાની અંદર આ મુદ્દાઓનો ઉકેલ નહીં આવે, તો તેઓ “રસ્તા રોકો આંદોલન” શરૂ કરશે. કોંગ્રેસના નેતાઓએ આંદોલન શાંતિપૂર્ણ હશે તેમ જણાવ્યું છે પણ સરકારને લોકોના ધૈર્યની કસોટી ન લેવાય તેવું આગ્રહપૂર્વક જણાવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો