ગુરુ શિષ્ય પરંપરાને જાળવી રાખી ગામમાં ઉત્તમ પ્રેરણા પૂરી પાડી અત્રેની શ્રી હિરાણા પ્રા.શાળામાં શ્રી
અડિયેચા કપિલભાઇ રમેશભાઈ (હાલ અમેરિકા સ્થિત) એ CC TV કેમેરાથી શાળાને સુસજ્જ કરાવી તથા શાળાના બાળકોને ઇનામ વિતરણ કરી શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી શિષ્ય તરીકેનું ઋણ અદા કર્યું.જેના ખર્ચ પેટે 50000 જેવી માતબર રકમનું દાન આપેલ છે.
જે બદલ ગામના સરપંચશ્રી પ્રતાપભાઇ ડેર તેમજ સમગ્ર હિરાણા ગામ અને શાળા પરિવાર આપનો અને આપના પરિવારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ કે. પ્રજાપતિ અને તમામ સ્ટાફ સુમિતાબેન,નિરાલીબેન,રચનાબેન અને ધર્મજીતભાઈ વગેરે એ કપિલભાઈના પિતાશ્રી રમેશભાઈ અને માતૃશ્રી ઇન્દુબેનને શાળામાં આમંત્રણ આપી તેમનો ખાસ આભાર માન્યો હતો.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
