નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. તરૂણ દુગ્ગલ સાહેબ જી.મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હાર્દીક પ્રજાપતી સાહેબ કડી વિભાગ કડી નાઓએ જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે સુચના અનુસંધાને બહુચરાજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એલ.વાઘેલા સા.નાઓના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપી પકડવા અંગે અસરકારક કામગીરી કરવા તજવીજ હાથ ધરેલ
જે અન્વયે બહુચરાજી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો રાજેશદાન કીરીટદાન બ.નં-૧૧૨૦ નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે બહુચરાજી પોલીસ સ્ટેશન પાર્ટ-સી -૧૧૨૦૬૦૦૮૨૪૦૧૦૫/૨૦૨૪ પ્રોહી ક.૬૫ ઇ,૮૧,૮૩ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી હાલમાં ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના બજુડ ગામમાં હાજર છે. જે હકિકત આધારે એક ટીમ બનાવી હકિકતવાળી જગ્યા ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના બજુડ ગામમાં રવાના કરતા સદર ગુન્હાના કામના આરોપી પટેલ ત્ર્યંબકભાઇ પરષોત્તમભાઇ પ્રહલાદભાઇ ઉ.વ.-૫૯ રહે.સીતાપુર તા.માંડલ જી.અમદાવાદ વાળો આજદિન સુધી પોતે પોલીસથી
સંતાઇ નાસતા ફરતા હોવાની હકીકત જણાવતા હોઇ મચકુર આરોપીને હસ્તગત કરી અત્રે બહુચરાજી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલ આવરસિંહ સોંલકી મહેસાણા
