પાટણ એલસીબીને મોટી સફળતા, ત્રણ શખ્સો ઝડપી – રૂ. ૮૭,૫૫૦ નો મુદ્દામાલ જપ્ત
પાટણ જિલ્લામાં સોલાર પ્લાન્ટોમાં થયેલી કોપર કેબલ ચોરીના ત્રણ જુદા-જુદા ગુનાઓનો પાટણ એલસીબીએ ભેદ ઉકેલી લીધો છે.
એલસીબી ટીમે રૂ. ૮૭,૫૫૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર સાહેબના નેતૃત્વમાં એલસીબી સ્ટાફના જવાનો મિલ્કત સંબંધી અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં વ્યસ્ત હતા ત્યારે તેમને બાતમી મળતાં તાત્કાલિક રીતે કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરી કરેલ કોપર વાયર ઝાડીઓમાં છુપાવ્યો હતો
બાતમી મળ્યા મુજબ કેટલાક શખ્સોએ સમી વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલો કોપર વાયર હાઇવે પાસે બાવળની ઝાડીઓમાં સંતાડી મૂક્યો હતો અને તેઓ એ વાયર લેવા માટે રાત્રે સ્થળ પર આવવાના હતા. એલસીબીએ ખાનગી વોચ ગોઠવી, ત્રણે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓ:
નરેશભાઈ રામાભાઈ ઠાકોર – રહે. સિનાડ, તા. રાધનપુર, જી. પાટણ
નરેશભાઈ ભાવસંગભાઈ ઠાકોર – રહે. બંધવડ, તા. રાધનપુર, જી. પાટણ
બાબુભાઈ જોરાભાઈ ઠાકોર – રહે. તાંતીયાણા, તા. કાંકરેજ, જી. બનાસકાંઠા
ત્રણે શખ્સોને સમી પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
