ગ્રામ વિકાસ માટે સંકલિત પ્રયાસોની દિશામાં ઐતિહાસિક પગલું
રાધનપુર તાલુકાના તમામ ગામોના સરપંચોએ રાધનપુર ખાતે વિશેષ બેઠક યોજી હતી.
આ બેઠકમાં સરપંચોએ એક જ મંચ પર ભેગા થઈને ગ્રામ્ય વિકાસને ઝડપી બનાવવાનો અને સરપંચ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
બેઠક દરમિયાન મોટા પાયે સરપંચોની હાજરી જોવા મળી હતી.
દરેક ગામના વાસ્તવિક પ્રશ્નો ચર્ચાવ્યાં અને તંત્ર સામે એકસાથે રજુઆત કરવા માટે સંયુક્ત રણનીતિ બનાવવાનો નિર્ણય લેવાયો.
ખાસ કરીને ગામોમાં ઊભી થતી સમસ્યાઓ જેમ કે પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને નગરપાલિકાની સેવા સંબંધિત મુદ્દાઓ ની માહિતી આપવા અંગે ચર્ચા થઈ.
સર્વ સરપંચોએ સહભાગી થયેલી આ બેઠક દરમિયાન એકતા, સહયોગ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી હતી.
સરપંચોએ કહ્યું કે,
“હવે ગામ વિકાસ માટે માત્ર વચન નહીં, પણ સંકલિત પ્રયાસો થશે.”
આ બેઠકમાં એ પણ નક્કી કરાયું કે આગામી સમયમાં આવી મિટિંગો નિયમિતરૂપે યોજાશે અને આયોજન તેમજ માહિતી વિતરણ માટે મજબૂત માળખું ઊભું કરવામાં આવશે,
જેથી ગામોના સર્વાંગી વિકાસ માટે સ્પષ્ટ દિશામાં પગલાં ભરવામાં આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
