દેવ કંબોઇ ગામમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે હેતલબા બાળ સિકોતર માતાજીનો પાવન ફોટો પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવ કંબોઇ ગામે હેતલબાની બાળ સિકોતર ફોટો નિમિતે વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોલંકી ચેહરસિંહ ભુવાજી તથા તેમના પરિવાર અને અખત મંડળ દ્વારા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા સમગ્ર શિક્ષક સ્ટાફ માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે શાળાના શિક્ષકોનો સન્માન પણ ભુવાજી પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો.
સમારંભ દરમિયાન ચેહરસિંહ ભુવાજીએ જણાવ્યું હતું કે:
“દેવ કંબોઇ પ્રાથમિક શાળાનું શિક્ષણ સ્તર ઉત્તમ છે. અહીંના શિક્ષકો ગામના દરેક બાળકના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે, જે ખુબજ પ્રસંશનીય છે.”
શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામજનોની ઊર્જાવાન હાજરીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આવા પ્રસંગો ગ્રામ્ય ક્ષેત્રના શિક્ષણ પ્રત્યે સકારાત્મક ભાવના ઉભી કરે છે અને શિક્ષકોના ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે.
અહેવાલ ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
