August 1, 2025 11:39 pm

Kachh : ભચાઉ તાલુકામાં ખેડૂતોને યુરિયા, ડીએપી ખાતરની અછત, વાઢિયા નર્મદા કેનાલ અને વીજળી સહિતના વિવિધ પ્રશ્નો બાબતે ખેડૂતો પરેશાન

એક બાજુ સરકાર ખેડૂતલક્ષી હોવાના નાટક કરી રહી છે, સામે આજે તારીખ ૩૧/૭/૨૦૨૫ના કચ્છ જીલ્લાના દરેક તાલુકા મથકે ખેડૂતોનો વિવિધ પ્રશ્નો બાબતે સરકાર સામે નારાજગી-વારંવાર રજૂઆત છતાં પરેશાની દૂર થતી નથી

પંચાયતથી પાર્લામેન્ટ સુધી ચૂંટાયેલી ભાજપ સરકારના અધિકારીઓ ખાતરની ઘટ ઘણા વર્ષોથી હોવા છતાં સમગ્ર વર્ષ દરમિયાન યોગ્ય આયોજન ન કરીને ખેડૂતોને પરેશાન કરી રહ્યા હોવાનો તારણ

 

હાલમાં ભચાઉ તાલુકામાં ચોમાસુ પાકનો સારા પ્રમાણમાં વાવેતર થયેલ છે. વરસાદ પણ સમયસર થયો છે . હાલમાં પાકને નાઇટ્રોજન તેમ જ ફોસ્ફરસની જરૂરિયાત રહે છે. પણ તાલુકામાં રાસાયણિક ખાતર વિતરણ કરતી મંડળીઓ માં યુરીયા ડીએપી નો જથ્થો ક્યાંય પણ ઉપલબ્ધ નથી. ખેડૂતો ખાતર ખરીદી કરવા જાય ત્યારે મંડળીઓમાંથી જવાબ મળે છે કે ખાતર ઉપલબ્ધ નથી. જથ્થો ક્યારે આવશે તે પણ નક્કી નથી. ઉપરથી જથ્થો ફાળવવામાં આવતો નથી. ખેડૂત બિચારો દરરોજ ખાતર માટે ધક્કા ખાય છે. પણ ખાતર મળતું નથી. ઉભો કરેલો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. જો ખાતર એક બે દિવસમાં યુદ્ધના ધોરણે જથ્થો ઉપલબ્ધ થાય તો ખેડૂતોનો પાક બચાવી શકાય તેમ છે. આવનારી શિયાળુ સીઝનમાં પણ આ ખાતરોનું આગોતરું આયોજન કરી, પૂર્તતા કરવામાં આવે…આજથી બે માસ અગાઉ ખેડૂતો દ્વારા તારીખ 2/6/2025ના ઉપરોક્ત બાબતે ભચાઉ નાયબ કલેક્ટરને વાકેફ કર્યા હતા કે તાલુકામાં ખેડૂતોને રાસાયણિક ખાતર ડીએપી, યુરિયા મળતા નથી, તાલુકાના જવાબદાર ખેતીવાડી અધિકારી આ બાબતે કેટલો જથ્થો આવ્યો એની વિગતો આપતા નથી, તેની સાથે સકલન મીટીંગની ગોઠવવાની હોય તે પણ ગોઠવાતી નથી. ક્યાંકને ક્યાંક અધિકારીઓ સરકારને યા તો બદનામ કરવા માંગે છે યા તો ભ્રષ્ટાચારમાં લોથપોથ તંત્ર ખેડૂતોના કામ કરતું નથી.. આ તકે નાયબ કલેક્ટરને તાત્કાલિક નિર્ણયો લઈ ખાતરનો જથ્થો પૂરો પાડવા જણાવવામાં આવ્યું ખેડૂતોની ધીરજ હવે ખૂટી ગઈ છે. જો ખાતર નહીં મળે તો આવનારા સમયમાં ખેડૂતો ને ખેતરો છોડીને ઉગ્ર આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે. તેની સંપૂર્ણ જવાબદાર તંત્રની રહેશે.

આ પ્રશ્નને ગંભીરતાથી લઈ આગળની કાર્યવાહી તાત્કાલિક કરશો તેવી અપેક્ષા રાખવામાં આવી.

રાસાયણિક ખાતરો સાથે અન્ય પ્રોડક્ટ, નેનો ખતરો, વગેરે કંપનીઓ દ્વારા આપવામાં આવે છે જે યોગ્ય નથી, બંધ કરવામાં આવે. હમણાં જ NPK ખાતરમાં 130રૂપિયાનો ભાવ વધારો થયો છે, જે યોગ્ય નથી પરત લેવામાં આવે.

અન્ય વિવિધ પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરવામાં આવી..જેમાં :-

. વાઢિયા પેટા કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, આવનાર એક માસમાં પાણી ચાલુ કરવામાં આવે. 15વર્ષથી બનેલી આ કેનાલમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી. હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે. . ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા આગામી શિયાળુ સીઝન માટે જીરું, રાયડો , જેવા પાકના બીજ સમયસર તારીખ15/10/2025સુધી આપવામાં આવે, મોડું આપવાથી કઈ મતલબ નથી.. તથા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા જે ખેડૂતોના પ્લોટિગ કરીને જીરું, ઘઉં પાક બીજ તરીકે લેવામાં આવ્યા છે. એમને ગત વર્ષના 30% ભાવ વધારા સાથેના ભાવ આપવામાં અને ઝડપથી એ પેમેટ ચૂકવામાં આવે.હજુ ચૂકવણી બાકી છે. . તાલુકામાં ગ્રામસેવકોની સંખ્યા મહેકમ 20ની સામે 7 જેટલી જ છે, ખેડૂતોના સરકારી યોજનાઓનાં ઘણા કામો અટકી ગયા છે. જે ઝડપથી ભરવામાં આવે. . પકધીરણ લોનમાં ખેડૂતોને 5લાખ સુધી 0 ટકા વ્યાજની સરકાર દ્વારા જાહેરાત થઈ, પણ હજી ઠરાવ ન થતા, અમલવારી નથી થઈ, તે ઝડપી કરવામાં આવે. અને જૂનું રાજ્ય સરકારનું વ્યાજ સબસીડી ની રકમ ખેડૂતોને જમા કરવામાં આવે. બેંક ઓફ બરોડા બેંક ભચાઉ બ્રાન્ચ દ્વારા ખડીર વિસ્તાર ના ખેડૂતોને જમીનની સામે માત્ર 2લાખ ની જ પાકધીરાણ લોન આપવામાં આવે છે, તે અન્ય બેંકોની જેમ એક એકરે 1લાખની આપવામાં આવે, તથા એસ બી આઈ બેન્ક ભચાઉ દ્વારા છેલ્લા 3- 3મહિનાથી ખેડૂતોને નવી પાકધિરાણ આપવામાં આવી નથી, એ ફાઇલો વારા ખેડૂતોને ઝડપથી લોન આપવામાં આવે.. જેથી ખેડૂત પગભર થઈ શકે, માનનીય પ્રધામાત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ધ્યેય છે કે ખેડૂત બેંક ની મદદ લઇને વ્યાજખોરોનો ભોગ ના બને, તેની અમલવારી થવી જોઈએ. . ટાવર લાઇન બાબતે હજી પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર હેરાન પરેશાન કરે છે, તેનું કાયમી નિકાલ લાવવામાં આવે.. ખેડૂત ખેતી કરે કે એ કંપનીઓની લડાઈ માં સરકારી કચેરીઓના ધક્કા ખાય, એ જ સમજાતું નથી.. આનું નિવારણ લાવવામાં આવે.. . ભચાઉ તાલુકાના નર્મદાના પાણીથી બાકી રહેલ ડેમોને વધારાના પાણીથી ભરવાનું મંજૂરી આપવામાં આવે.. તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે ખડીર, ચોબારી, કાંઠા વિસ્તાર, આધોઇ વગેરે બાજુના ૧૫૦ જેવા ડેમોનું લિસ્ટ સબંધિત તંત્રને આપેલ છે, તે ઝડપથી ભરાય એ બાબતે આયોજન કરવામાં આવે. 8. ટ્રેક્ટર જેવા સાધનની સબસીડી માટે ગયા વર્ષના સરકારના નિયમ મુજબ તારીખ ૧/૪/૨૦૨૫ પછી ખરીદી કરેલ દરેક ખેડૂતને સબસિડીનો લાભ મળવો જોઈએ…. આ વર્ષે ખેતીના સાધનોની સબસીડી માટે ખેડૂતોએ ફાઇલ બનાવવા ઉપરાત ઓનલાઈન ડોક્યુમેટ અપલોડ કરવાનું પણ નવો નિયમ આવ્યો છે. ખેડૂત ખેતી કરે કે આ કાગળો પૂરા કરે એ અસમંજસ છે. માટે કોઈ એક જ રીત રાખવામાં આવે..

વિજળીના વિવિધ પ્રશ્નો લઈને ખેડૂતો પહોંચ્યા પિજિવિસીએલ કચેરી ખેડૂતોને વિવિધ વીજળી વિષયક પ્રશ્નો છે, જે માટે કાર્યપાલક ઇજનેર ભચાઉ ને રજૂઆત કરવામાં આવી કે અમુક પ્રશ્ન તો છેલા 4 મહિનાથી તારીખ 2/6/2025 અને તારીખ 16/4/2025 ના રોજ પણ રજુઆત કરવામાં છે, તેમ છતાં હજી સોલ્વ થયા નથી. આ માટે સાથે જોડેલ જૂના આવેદનપત્ર આપવામાં આવ્યું અને એ પ્રશ્નોનું નિવાકરણ લાવવામાં આવે એવું જણાવવામાં આવ્યું..

આખા તાલુકા ના જનરલ પ્રશ્નો કે ખેડૂતોને નવા કનેકશન ઝડપથી આપવામાં આવે અને એજી ફિડરોની યોગ્ય મેંટેન્સન કરવામાં આવે. ગુણાતીતપુર આંબરડી વિસ્તારમાં સોલાર પેનલો નો પ્રશ્ન એક વર્ષથી ચાલુ છે, કુસુમ કંપની દ્વારા યોગ્ય કામગીરી ન થવાથી ખેડૂતો પરેશાન છે. એનું ઝડપી નિવારણ લાવવામાં આવે.

સાથે નીચે મુજબના વીજળીના પ્રશ્નોની રજુઆત પણ કરવામાં આવી. કે ભચાઉ pgvcl સબડિવિઝન:- માં..  . ભચાઉ, સબડીવીઝન ના દરેક એ જી ફિડરનું જરૂરી વાયર, પિન, થાંભલા બદલી, ઝાડ કટીંગ સાથે યોગ્ય મનેટન્સ કરવામાં આવે. તેમાં પણ ચોબારી SS ના રાધે એજી ફીડર, પાબુદાદા, કણખોઇ, કરગિયા, ચોબારી, કાંકરિયા ફિડરોમાં મેન્ટેન્સ ની ખાસ જરૂર છે.વારવાર ફોલ્ટમાં જાય છે.  . . ચોબારી મનફરા SS નાં દરેક AG ફિડરો રાધે એજી ફીડર, પાબુદાદા, કણખોઇ, કરગિયા, ચોબારી, કાંકરિયામાં, ખારોઈ ના ખેરભટ ફિડરમાં સિંગલ ફેઝ પાવર ચાલુ કરવાની વર્ષો જૂનું પ્રશ્ન છે, એ ઝડપથી ચાલુ કરવામાં આવે. સામખિયાળી સબ ડિવિઝન:-

.સામખિયાલી સબડીવીઝન ના દરેક એ જી ફિડર ખાસ, લાકડિયા એજી, આધોઇ એજી ફીડર નું જરૂરી વાયર, પિન, થાંભલા બદલી, ઝાડ કટીંગ સાથે યોગ્ય મનેટન્સ કરવામાં આવે અને લાકડિયા એજી ના સાથે બીજું એજી ફીડર ઝડપી કાર્યરત કરવામાં આવે.જેથી લોડ ઓશો પડે. હલરા SS માં રામપર ફીડર વારંવાર ફોલ્ટ જાય છે.. મેન્ટેન્સ ની જરૂર છે… 3. રામપર ફીડર નો લોડ વધુ હોય, લો વોલ્ટેજ મળે છે માટે અલગ ફીડર આપવામાં આવે…તો પૂરતો પાવર મળી રહે… ..આધોઇ SS ના વાંમકા, હલરા, ફિડરોમાં ઝડપથી સિંગલ ફેઝ પાવર ચાલુ કરવામાં આવે. *.. ખેડૂતે લાબા સમયથી અરજી કરવા છતાં હજી વીજ કનેકશન મળેલ નથી..

બાલાસર સબડીવીવિઝન:-

બાલાસર સબડીવીવિઝન અમરપર SS, ના ધોળાવીરા, ખારોડા, એજી ફિડરો મેન્ટેન્સ જરૂરી છે. .બાલસર સબ ડિવિઝન ના આ બંને ફિડરોમાં લોડ વધુ હોય, લો વોલ્ટેજનો પ્રશ્ન શિયાળે પિયતની વધુ સિઝનમાં રહેતી હોય, અમરપર SS માંથી વાડીવિસ્તારનું ત્રીજું ફીડર ઝડપથી આપવામાં આવે. જેથી દિવાળીની સીઝન પર લો વોલ્ટેજનો પ્રશ્ન ન રહે. … .બાલસર પીજીવીસીએલ સબ ડિવિઝન માં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી 2મહિના થી હાજર નથી રહ્યા, અન્ય સ્ટાફ ની પણ બદલી થઈ ગઈ છે…ઝડપથી નાયબ કાર્યપાલક ને હાજર કરવામાં આવે, 3જુનિયર એન્જિનિયર,3 રેવીન્યુ વિભાગ અને એચ આર ડિપાર્ટમેન્ટ માં પૂરતો સ્ટાફ આપવામાં આવે.. સ્ટાફ અછત ને કારણે ધોળાવીરા વિશ્ર્વ ધરોહર સ્થળ પર તેમજ સરહદી વિસ્તારમાં વીજળીના કનેકશનો, લોડ વધારો, લાઇન મેન્ટેન્ન્સ ના કામો 6…6મહિનાથી ટ્લે ચડેલા છે,લોકો પરેશાન છે. આ ખડીર ધોળાવીરા વિસ્તારમાં લાઇન મેન અને હેલ્પર ત્યાંથી છેક બાલાસર રોકાતા હોય, જ્યારે લાઇટ સાંજે ફોલ્ટમાં જાય તો એ બીજા દિવસે જ ચાલુ થાય છે. માટે સ્થાનિકે રહે જેથી નાના ફોલ્ટમાં ગયેલી લાઇટ ઝડપથી તે j દિવસ ચાલુ થઈ શકે.. બાલાસર સબ ડિવિઝન માં અગાઉ આપને આપેલ લિસ્ટ મુજબ 11 ખેડૂતોએ 120000જેવી રકમ PGVCL માં 5માસ અગાઉ કુસુમ યોજના અંતર્ગત સોલાર કનેકશન લેવા માટે ભરેલી છે, તે કનેકશન ઝડપથી મળે એવી કાર્યવાહી કરવામાં આવે, જેથી ખેડૂતને આવનાર 1મહિના પછીની પિયત સીઝનમાં કામ આવે. ધોળાવીરા નવું SS બની ગયેલ છે, પરતુ મેન વીજલાઇનનું કામ અધૂરું હોય, જે કંઇ વિધ્નો હોય એ સોલ્વ કરી ઝડપથી ચાલુ કરવામાં આવે. રતનપર ગામ ના ખેડૂત શ્રી મોહનભાઈ ડોસાભાઈ વરચંદ ની ખેતરમાંથી 3 વીજલાઈનો નીકળે છે, જેના કારણે બે વાર આગ લાગીને મોટું નુક્શાન ખેડૂતને થયું છે, એ લાઇનોને ઝડપથી સાઇડ માંથી કાઢવામાં આવે.*. ધોળાવીરા ag, ખરોડા AG માં પૂરતો સિંગલ ફેસ પાવર આપવામાં આવે. હાલ ઓછો આવતો હોઈ, સામાન્ય બલ્બ, પંખા પણ ચાલુ થતા નથી.. .ખડીર વિસ્તારના…ખેડૂતોએ વીજ કનેકશન માટે રૂપિયા ભરી દીધા છે, પણ હજી વીજ કનેકશન ઊભા નથી થયા, એ ઝડપથી ઊભા કરવામાં આવે..

ત્યાર બાદ એસ.બી આઈ બેન્કમાં રજૂઆત કરવામાં આવી કે ખેડૂતોને પરેશાન કરવામાં ના આવે, ઝડપથી પાકધીરાણ લોન ને લગતા કામ કરવામાં આવે.

આ વેળા એ જિલા ઉપપ્રમુખ શ્રી ભચાભાઈ માતા, જિલા કારોબારી

સદસ્ય શ્રી ડાયાભાઇ ચાવડા, તાલુકા પ્રમુખ શ્રી દેવજીભાઈ છાંગા, ઉપપ્રમુખ શ્રી ઓ ભીમજીભાઈ અંબાવી, વશરામભાઇ ઢીલા, મોહનભાઈ પટેલ, દામજીભાઈ બાળા, ઉગાભાઈ ઢીલા, કરશનભાઈ ગામી, જયરામભાઈ શેખાણી, લાલજીભાઈ આહીર, ગોપાલભાઈ આહીર, સહિત તાલુકા ટીમ , વિવિધ ગ્રામસમિતિના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

✍️ ભારતીય કિસાન સંઘ ભચાઉ.

અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें